Asia Cup 2025: પાકિસ્તાન મેચ નહિ રમે તો થશે 141 કરોડનું નુકસાન, જાણો રેફરીને બદલવાની માંગ પર શું થયું?

એશિયા કપમાં યુએઈ સામેનો મેચનો બહિષ્કાર કરવા પર પાકિસ્તાનને 106થી લઈને 141 કરોડ સુધીનું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 17 Sep 2025 01:06 PM (IST)Updated: Wed, 17 Sep 2025 01:06 PM (IST)
asia-cup-2025-pakistan-cricket-board-can-loose-141-crore-if-boycott-pak-vs-uae-match

Asia Cup 2025, Pakistan Cricket Board: એશિયા કપમાં પાકિસ્તાન સામે જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય લીધો હતો. જો કે આ નિર્ણય બાદ મોટો વિવાદ થયો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રેફરીને બદલવાની માંગ અને જો માંગ નહિ પૂરી થાય તો યુએઈ સામેની મેચનો(Pakistan vs UAE) બહિષ્કાર કરવાની ધમકી આપી દીધી.

શું રેફરીને બદલાશે

પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટને બદલવાની વાત કરી હતી, જેને આઈસીસીએ આંશિક રુપે માની લીધી છે. તેમની જગ્યાએ રિચી રિચર્ડસન પાકિસ્તાનની મેચોમાં રેફરી બની શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

મેચ નહિ રમે તો પાકિસ્તાનને કરોડોનું નુકસાન

પાકિસ્તાન મેચ રમશે કે નહિ તેને લઈને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એવી સ્થિતિમાં નથી કે તે મેચ ન રમવાનો મોટો નિર્ણય લઈ શકે. કારણ કે જો પાકિસ્તાન આ મેચનો બહિષ્કાર કરે છે તો તેમને 141 કરોડનું નુકસાન થશે. પીટીઆઈના એક અહેવાલ અનુસાર યુએઈ સામેનો મેચનો બહિષ્કાર કરવા પર પાકિસ્તાનને 106થી લઈને 141 કરોડ સુધીનું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.

આ પણ વાંચો

વાત એમ છે કે પાંચ ટેસ્ટ રમનારા દેશો એસીસીના આવકના 15 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે એસીસી બાકીના 25 ટકા તેના એસોસિયેટ દેશોને આપે છે. તેથી જો પીસીબી બહિષ્કાર કરે, તો તેણે તેનો 15 ટકા હિસ્સો ગુમાવવો પડી શકે છે. પીસીબીની મોટાભાગની આવક એસીસી અને આઈસીસી પાસેથી મેળવેલા વાર્ષિક હિસ્સામાંથી આવે છે, જેના પરિણામે પાકિસ્તાનને નાણાકીય નુકસાન થવાની સંભાવના છે.

શું છે 'હેન્ડશેક વિવાદ'?

આ વિવાદની શરૂઆત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન થઈ હતી. PCBનો દાવો છે કે ટોસ અને મેચના અંતે ભારતીય ખેલાડીઓએ પરંપરા મુજબ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. વિરોધ સ્વરૂપે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં સામેલ થયા ન હતો.