Asia Cup 2025: એશિયા કપ 2025 માં UAE અને પાકિસ્તાન વચ્ચે બુધવારે એટલે કે આજે સાંજે દુબઈમાં મેચ રમાવાની છે, પરંતુ આ મેચ પહેલા પાકિસ્તાની ટીમનું ટુર્નામેન્ટમાં રમવું હજુ નક્કી થયું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આજે એશિયા કપ રમશે કે નહિ તે અંગે અંતિમ નિર્ણય લેશે. PCBએ મધ્યરાત્રિએ જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના રમવા અંગે ચર્ચા ચાલી રહી છે અને જે પણ નિર્ણય લેવામાં આવશે તે પાકિસ્તાનના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
પાકિસ્તાને પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરી
પાકિસ્તાને UAE સામેની મેચ પહેલાં પોતાની પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી હતી. જોકે પ્રેસ કોન્ફરન્સ રદ થયા પછી પણ પાકિસ્તાનનું ટ્રેનિંગ સેશન નિર્ધારિત યોજના મુજબ ચાલુ રહ્યું હતું. PCBએ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ રદ કરવાનું કારણ જણાવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ પગલું ICC મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ પ્રત્યેની તેમની નારાજગીને કારણે લેવામાં આવ્યું હતું. PCBએ માંગ કરી હતી કે રેફરીને એશિયા કપની બાકીની મેચોમાંથી હટાવી દેવામાં આવે.
આ પણ વાંચો
Ind vs Pak: ધમકી આપીને પોતાની જ જાળમાં ફસાયું પાકિસ્તાન ! હવે આ કારણે એશિયા કપમાંથી થઈ શકે છે બહાર
Asia Cup 2025: પાકિસ્તાનને મુંહતોડ જવાબ… ICC એ મેચ રેફરીને બદલવાની માંગ ફગાવી દીધી
શું છે 'હેન્ડશેક વિવાદ'?
આ વિવાદની શરૂઆત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન થઈ હતી. PCBનો દાવો છે કે ટોસ અને મેચના અંતે ભારતીય ખેલાડીઓએ પરંપરા મુજબ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. વિરોધ સ્વરૂપે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં સામેલ થયા ન હતો.
મેચ રેફરી પર ગંભીર આરોપો
PCBએ આરોપ લગાવ્યો છે કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે કેપ્ટન સલમાન અલી આગાને કહ્યું હતું કે ટોસ સમયે હાથ મિલાવવામાં આવશે નહીં, જે MCC (મેલબોર્ન ક્રિકેટ ક્લબ) ના નિયમો અને ક્રિકેટની ભાવના વિરુદ્ધ છે. PCBએ ICCના જનરલ મેનેજર વસીમ ખાનને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે પાયક્રોફ્ટની આ કાર્યવાહી MCCના કાયદાઓનું ઉલ્લંઘન છે. જોકે PCB કે તેના ચેરમેન મોહસિન નકવીએ આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. એવા પણ અહેવાલો છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી હટી જવાનું વિચારી રહ્યું છે. જો કે એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાન-UAE મેચ માટે એન્ડી પાયક્રોફ્ટને મેચ રેફરી તરીકે હટાવી દેવામાં આવ્યા છે.
