Ind vs Pak: ધમકી આપીને પોતાની જ જાળમાં ફસાયું પાકિસ્તાન ! હવે આ કારણે એશિયા કપમાંથી થઈ શકે છે બહાર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને ધમકી આપી દીધી છે અને રેફરી એન્ડી પાઈક્રૉફ્ટને એશિયા કપની બાકી રહેલી તમામ મેચોમાં બહાર કરવા જણાવ્યું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 16 Sep 2025 10:14 AM (IST)Updated: Tue, 16 Sep 2025 11:43 AM (IST)
icc-denied-pcb-demand-pakistan-may-ruled-out-from-asia-cup-2025

Asia Cup 2025, Ind vs Pak: ભારતીય ટીમના ખેલાડીઓ દ્વારા હાથ ન મિલાવવાને લઈને પાકિસ્તાન ગુસ્સે છે. તેણે આઈસીસીને રેફરી બદલવાની ધમકી આપી દીધી છે અને સાથે જ કહ્યું છે કે જો તેમની વાત નહિ માનવામાં આવે તો તેઓ આગામી યુએઈ સામેની મેચનો બહિષ્કાર કરશે. જો કે આ ધમકી આપીને પાકિસ્તાન પોતાની જાળમાં ફસાઈ ગયું છે. જાણો કેવી રીતે…

રેફરી એન્ડી પાઈક્રૉફ્ટને બદલવાની માંગ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રેફરી એન્ડી પાઈક્રૉફ્ટ પર આરોપ લગાવ્યો છે કે તેમણે જ બંને દેશના કેપ્ટનને હાથ ન મિલાવવાની સલાહ આપી હતી. જો કે આ મામલે સૂર્યકુમાર યાદવ સ્પષ્ટતા કરી ચુક્યા છે તેનું કારણ પહેલગામ હુમલાના પીડિતો સાથે ઉભા રહેવા માટે આવું કર્યું હતું. જો કે પાકિસ્તાને તેને ધ્યાને ન લેતા આઈસીસીને ધમકી આપી દીધી છે અને રેફરીને એશિયા કપની બાકી રહેલી તમામ મેચોમાં બહાર કરવા જણાવ્યું છે.

યુએઈ સામેની મેચનો બહિષ્કાર કરવાની ધમકી

હવે જો આઈસીસી રેફરીને નહિ બદલે તો પાકિસ્તાન તેની ધમકી અનુસાર આગામી મેચ કે જે યુએઈ સામે રમાવાની છે તેનો બહિષ્કાર કરશે, જો આવું થાય છે તો નુકસાન પાકિસ્તાનને જ છે કારણ કે પાકિસ્તાન આપમેળે એશિયા કપમાંથી બહાર થઈ જશે અને યુએઈ સુપર 4માં આરામથી જગ્યા બનાવી લેશે.

એશિયા કપમાંથી બહાર થઈ શકે છે પાકિસ્તાન

ક્રિકબઝના અહેવાલ અનુસાર આઈસીસીએ મેચ રેફરીને હટાવવાની વાતને વધારે ગંભીરતાથી લીધી નથી. એવા અહેવાલો છે કે પીસીબીની માંગને આઈસીસીએ ફગાવી દીધી છે. જો આ વાત સત્તાવાર રીતે સામે આવે છે તો પહેલાથી ભારત દ્વારા અપમાનનો ભોગ બનેલું પાકિસ્તાન તેની આપેલી ધમકીને ભૂલીને મેચ રમશે તો ફરી એકવાર તે બેઈજ્જત થઈ શકે છે. અને જો પાકિસ્તાન નહિ રમે તો પણ એશિયા કપમાંથી બહાર થશે. આમ આઈસીસીને ધમકી આપવી હવે પાકિસ્તાનને જ ભારે પડી છે.