Asia Cup 2025: એશિયા કપમાં પાકિસ્તાનને ભારત સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ પાકિસ્તાનને પોતાના દેશમાં પણ ટીકાનો સામનો કરવો પડ્યો છે. હવે એમાં કોઈ શંકા નથી કે ભારત દુનિયાની બેસ્ટ ટીમમાં આવે છે. જેની 'બી' કે 'સી' ટીમ પણ પાકિસ્તાનને હરાવી શકે છે. આ મામલે સૌરવ ગાંગુલીએ પણ કહ્યું કે પાકિસ્તાન ટીમનું સ્તર નીચું ગયું છે.
હવેની પાકિસ્તાન ટીમમાં કંઈ ખાસ વાત નથી…
આ પણ વાંચો
સૌરવ ગાંગુલીએ પૂર્વ ખેલાડીઓના વખાણ કરતાં કહ્યું કે હું હંમેશાથી કહું છું કે આપણે પાકિસ્તાનને વકાર યૂનિસ, વસીમ અકરમ, સઈદ અનવર, જાવેદ મિયાંદાદ તરીકે વિચારીએ છીએ. પરંતુ હાલની પાકિસ્તાન ટીમ એવી નથી. હવેની ટીમમાં કંઈ ખાસ નથી. મેં પાકિસ્તાનની ટીમ જોઈ છે, હવે તેમાં ગુણવત્તા નથી. મેં 15 ઓવર બાદ મેચ જોવાનું જ બંધ કરી દીધું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ટક્કર જ નથી…
સૌરવ ગાંગુલીએ કહ્યું કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ટક્કર જ નથી. છેલ્લા 5 વર્ષમાં એકતરફી મેચ રહી છે. હું ભારતને સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ત્યાં સુધી કે અફઘાનિસ્તાન વિરુદ્ધ જોવાનું પસંદ કરીશ.
