India vs Pakistan, Asia Cup 2025: ભારતીય ખેલાડીઓના મેચ બાદ હાથ ન મિલાવવાને લઈને પાકિસ્તાન ભડકેલું છે. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રેફરી પાઈક્રૉફ્ટ પર ખેલના નિયમો અને ખેલ ભાવનાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. મોહસિન નકવીએ પુષ્ટિ કરી છે કે તેમણે આઈસીસીમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે અને એશિયા કપમાંથી હટાવવાની માંગ કરી છે.
શું ICC રેફરીને બદલશે?
આ પણ વાંચો
જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફરિયાદ પર હજી સુધી ICC તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સૂત્રો અનુસાર ICC પાકિસ્તાનની ફરિયાદને ધ્યાને લેશે નહિ. આવા પ્રકારની અપીલોને ICC માનતી નથી અને નિયુક્ત કરેલા રેફરી સાથે જ ઉભી રહે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ધમકી
પીસીબીનું કહેવું છે કે પાઈક્રૉફ્ટના હસ્તક્ષેપના કારણે જ વિવાદ વધ્યો. તેમણે જ બંને કેપ્ટનને હાથ ન મિલાવવાની સલાહ આપી હતી. આ દરમિયાન પીસીબીએ ધમકી પણ આપી છે કે જો આઈસીસી પાઈક્રૉફ્ટને બાકી રહેલી મેચોમાંથી હટાવશે નહિ તો પાકિસ્તાન તેમની આગામી ગ્રુપ A મેચ કે જે યુએઈ(સંયુક્ત આરબ અમીરાત) સામે છે, તે રમશે નહિ.
પાકિસ્તાનની ટીમ એશિયા કપમાંથી બહાર!
હાલ સ્થિતિ જોઈએ તો પાઈક્રૉફ્ટ જ પાકિસ્તાન અને યુએઈ સામેની મેચમાં રેફરીની ભૂમિકા ભજવવાના છે. જો આઈસીસી રેફરી નહિ બદલે અને પાકિસ્તાન તેની ધમકી અનુસાર મેચનો બહિષ્કાર કરશે તો સલમાન આગાની ટીમ એશિયા કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને યુએઈ આપોઆપ સુપર 4માં જગ્યા બનાવી લેશે.
