India vs Pakistan: રવિવારે ભારત ફરી એકવાર પાકિસ્તાન સામે ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મેચને લઈને ચાહકોમાં ઉત્સાહ છે. સાથે જ એક મોટો સવાલ સૌના મનમાં છે કે ભારતીય ખેલાડીઓ અને ખાસ કરીને સૂર્યકુમાર યાદવ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહિ. જાણો આ સવાલ પર તેણે શું જવાબ આપ્યો?
પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાને લઇને શું કહ્યું
આ પણ વાંચો
સૂર્યકુમાર યાદવને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પુછવામાં આવ્યું હતું કે શું તેઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહિ. જવાબને ટાળતાં સૂર્યકુમારેસ્મિત સાથે કહ્યું કે તમે કઈ ચીજો પર વાત કરી રહ્યા છો. તમે બોલ સાથે અમારા પ્રદર્શન પર વાત કરી રહ્યા છો? આ બોલ અને બેટ વચ્ચે એક સારી મેચ છે. આખું સ્ટેડિયમ ફુલ છે. સારી વાત એ છે કે તમે તમારું બેસ્ટ આપો.
સૂર્યકુમારે યાદવે એ પણ કહ્યું કે અમારી ટીમ પર પાકિસ્તાન સામે મેચ રમવાને લઈને વધારે પ્રેશર નથી. કારણ કે તેમનું ધ્યાન સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા અને જરુરી કામ કરવા પર છે. તેમણે એ પણ કહ્યું કે તેમનો ખેલાડીઓને એ જ સંદેશ છે કે બહારના શોરથી બચે અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે.
બહારના ઘોંઘાટ (Outside Noise) પર સલાહ
ભારત-પાકિસ્તાન મેચ પહેલાના તણાવ અને બહારના ઘોંઘાટને કેવી રીતે હેન્ડલ કરવો તે અંગે ભારતીય કેપ્ટને કહ્યું કે તમારો રૂમ બંધ કરો, ફોન બંધ કરો અને સૂઈ જાઓ. મને લાગે છે કે તે શ્રેષ્ઠ છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે આ કહેવું સહેલું છે, પરંતુ કરવું મુશ્કેલ છે કારણ કે તમે મિત્રોને મળો છો, ડિનર પર જાઓ છો અને આસપાસના અન્ય ખેલાડીઓ પણ આ બધી બાબતો જોવાનું પસંદ કરે છે, તેથી તે ખૂબ મુશ્કેલ બની જાય છે. સૂર્યકુમારે કહ્યું કે આ ખેલાડીઓ પર નિર્ભર કરે છે કે તેઓ મેચ પહેલા શું સાંભળવા માંગે છે અને તેમના મગજમાં શું રાખવા માંગે છે.
