Holi And Dhuleti 2024 Date: આપણા દેશમાં દરેક તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તેમાં પણ હોળીના તહેવારની લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. દર વર્ષે ફાલ્ગુન મહિનામાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. હોળીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ બે દિવસનો તહેવાર છે, જેમાં પ્રથમ દિવસે દિવસે હોલિકા દહન કરવામાં આવે છે જ્યારે બીજા દિવસે ધુળેટી એટલે કે રંગો સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે.
હોળીના પ્રથમ દિવસ એટલે કે હોલિકા દહનને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. બીજા દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે જેને ધુળેટી કહેવામાં આવે છે. ત્યારે જાણો આ વર્ષે હોળીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.

વર્ષ 2024માં ક્યારે છે હોળી | Holi 2024 Date
પંચાંગ અનુસાર, દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચના રોજ હોલિકા દહન જ્યારે બીજા દિવસે 25 માર્ચના રોજ રંગો સાથેની હોળી રમવામાં આવશે.
હોળી 2024: મુહૂર્તનો સમય
પૂર્ણિમા તિથિનો પ્રારંભ - 24 માર્ચ 2024 સવારે 09:54 વાગ્યે
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 25 માર્ચ 2024 બપોરે 12:29 વાગ્યે
હોલિકા દહનનો શુભ સમય 24 માર્ચના રોજ રાત્રે 11:13 વાગ્યાથી 12:27 સુધીનો છે.
હોલિકા દહન મંત્રો
હોલિકા દહનના દિવસે 'ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्' નો જાપ કરી શકાય છે. આ ઉપરાંત હોલિકા દહન દરમિયાન ગાયત્રી માતાના મહામંત્ર 'ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्' નો જાપ કરી શકાય છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.