LIVE BLOG

Holika Dahan 2024 LIVE: ક્યારે કરવામાં આવશે હોલિકા દહન, અહીં જાણો શુભ મુહૂર્ત સમય અને પૂજા વિધિ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 23 Mar 2024 06:15 PM (IST)Updated: Sat 23 Mar 2024 06:26 PM (IST)
holika-dahan-2024-live-updates-date-and-timings-bhadra-kaal-time-shubh-muhurat-puja-vidhi-samagri-list-mantra-holi-dahan-gujarat-303856

Holika Dahan 2024 Shubh Muhurat, Puja Vidhi, Samagri List, Mantra LIVE Updates: દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે ફાલ્ગુન શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ હોલિકા દહન કરવામાં આવે છે. વર્ષ 2024માં 24 માર્ચના રોજ તેની ઉજવણી કરવામાં આવશે.

હોલિકા દહન પૂજા માટે પ્રદોષ કાળ સૌથી શુભ સમય માનવામાં આવે છે. બીજા દિવસે એટલે કે ચૈત્ર કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ રંગવાલી હોળી એટલે કે ધૂળેટી રમવામાં આવશે. ત્યારે જાણો હોલિકા દહનના શુભ મુહૂર્ત સમય અને પૂજા વિધિ વિશે.

23-Mar-2024, 06:20:44 PMહોલિકા દહન શુભ મુહૂર્ત 2024 - Holika Dahan Muhurat 2024

હોલિકા દહનનું શુભ મુહૂર્ત 24 માર્ચના રોજ રાત્રે 11:13 PM થી 12:27 AM સુધીનો રહેશે. આ મુહૂર્તનો કુલ સમયગાળો 01 કલાક 14 મિનિટનો છે.

23-Mar-2024, 06:20:41 PMહોલિકા દહન 2024 ભદ્રા - Holika Dahan 2024 Bhadra

હોલિકા દહનના દિવસે ભદ્રકાળ ભદ્રા પૂછ સાંજે 6:33 થી 7:53 સુધી અને ભદ્રા મુખ સાંજે 7:53 થી 10:06 સુધી રહેશે.

23-Mar-2024, 06:26:41 PM700 વર્ષ પછી 9 શુભ યોગમાં હોલિકા દહન - Holika Dahan 2024

24 માર્ચ 2024ના રોજ હોલિકા દહન પર 700 વર્ષ પછી 9 દુર્લભ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. આ દિવસે લક્ષ્મી યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, પર્વત યોગ, ઉભયચારી, સરલ, વરિષ્ઠ, શશ મહાપુરુષ યોગ અને અમલ યોગ બની રહ્યા છે.

23-Mar-2024, 06:16:57 PMહોલિકા દહન 2024 શુભ યોગ - Holika Dahan 2024 Shubh Yog

હોલિકા દહન 24 માર્ચના રોજ શુભ યોગોની વચ્ચે સવારે 6:20 થી 11:21 સુધી રવિ યોગ રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 7:40 થી 12:35 સુધી રહેશે. આ જ દિવસે રાત્રે 8:34 વાગ્યાથી વૃધ્ધિ યોગ શરૂ થશે, જે આગલી રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલુ રહેશે.

23-Mar-2024, 06:16:46 PMહોલિકા દહન પૂજા સામગ્રી - Holika Dahan 2024 Pujan Samagri

ચંદન, હળદર, કુમકુમ, ઘરે બનાવેલા ઘૂઘરા, કાચા કપાસનો દોરો, રોલી, અક્ષત, ગાયના છાણમાંથી બનેલી ગુલરી, પુરી, કલશ, ધૂપ, ફૂલ, ઘઉંની બુટ્ટી, બાતાશા, મીઠાઈ, બડકુલ, નારિયેળ, ગુલાલ, મૌલી અને ફળોનો સમાવેશ થાય છે.

23-Mar-2024, 06:15:48 PM હોલિકા પૂજા મંત્ર - Holika Dahan 2024

હોલિકા માટેનો મંત્ર- ॐ होलिकायै नम: પરમભક્ત પ્રહલાદ માટેનો મંત્ર- ॐ प्रह्लादाय नम: ભગવાન નરસિંહ માટેનો મંત્ર- ॐ नृसिंहाय न હોલિકા દહનમાં કેટલીક વસ્તુઓ અર્પતિ કરતા સમયે આ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. अहकूटा भयत्रस्तैः कृता त्वं होलि बालिशैः। अतस्वां पूजयिष्यामि भूति-भूति प्रदायिनीम्।

23-Mar-2024, 06:15:19 PMહોલિકા દહન 2024 ભદ્રા - Holika Dahan 2024 Bhadra

હોલિકા દહનની પૂજાના સમયે ભદ્રકાળ ન હોવો જોઈએ. તમામ શુભ કાર્યો ભદ્રામાં કરવા પર પ્રતિબંધ છે.

23-Mar-2024, 06:15:09 PMહોલિકા દહન 2024 - Holika Dahan 2024

24 માર્ચના રોજ પૂર્ણિમા તિથિ રવિવારના રોજ સવારે 9.54 વાગ્યાથી શરૂ થઈને 25 માર્ચ, સોમવારે બપોરે 12.29 વાગ્યા સુધી ચાલશે.

23-Mar-2024, 06:15:00 PM હોલિકા દહન 2024 - Holika Dahan 2024

25 માર્ચના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.