Kharmas 2024: આગામી 15 ડિસેમ્બરે સૂર્ય વૃશ્વિક રાશિથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી ખરમાસનો પ્રારંભ થઈ જશે. ખરમાસની મુદ્દત 30 દિવસની હોય છે, કારણ કે સૂર્ય કોઈ એક રાશિમાં 30 દિવસ સુધી રહે છે. એટલે આગામી ખરમાસનો અંત નવા વર્ષની 15 જાન્યુઆરીના રોજ આવશે. હિન્દુ ધર્મમાં ખરમાસના મહિનાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. ખરમાસ દરમિયાન લગ્ન સહિતના અન્ય શુભ પ્રસંગ નથી કરવામાં આવતા.
જ્યોતિષના જાણકારોના મતે, આમ તો ખરમાસમાં શુભ કાર્યો પર બ્રેક લાગી જાય છે, પરંતુ સૂર્ય ગોચર 4 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…
મેષ: મિલ્કતના મામલે ફાયદો થઈ શકે છે. કોઈ જૂના રોકાણ પર સારું વળતર મળશે. નોકરીયાત વર્ગને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે. જો કોઈ નોકરી શોધતું હોય, તો સારી ઑફર તમારી રાહ જોઈ રહી છે. નવી મિલકત કે વાહન ખરીદી શકો છો
મિથુન: નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળશે. કોઈ જૂની બીમારી હશે, તો તેમાંથી પણ મુક્તિ મળી શકે છે. તમારા સપના સાકાર થતાં જણાશે. લગ્નજીવન પણ સુખમય પસાર થશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે.
સિંહ: આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કરિયરમાં પ્રગતિના શુભ અવસર મળી શકે છે. ખર્ચામાં કમી આવશે. ધંધામાં અણધારી સફળતા મળશે અને આકસ્મિક ધનલાભ થશે. જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાશે. આ જાતકોની મનની તમામ ઈચ્છાઓ પૂરી થતી જણાશે.
વૃશ્વિક: જો પૈસાના કારણે કોઈ કામ અટક્યું હશે, તો આ સમયગાળા દરમિયાન પૂરું થઈ શકે છે. દાંપત્યજીવનમાં ચાલી રહેલ મતભેદો દૂર થતાં જણાય. આવનારું વર્ષ તમારા માટે સરપ્રાઈઝ લઈને આવશે. સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા દૂર થતી જણાય.
ખરમાસ દરમિયાન તાંબાના લોટામાં પાણી અને તેમાં સિંદુર, ચોખા, લાલ ફૂલ અને ગોળ મિક્સ કરીને સૂર્ય દેવને અર્પણ કરવાથી ખરમાસના અશુભ પ્રભાવથી બચી શકાય છે.