Gajlaxmi Rajyog 2025: નવા વર્ષમાં ગુરુ-શુક્રની યુતિથી બનશે ગજલક્ષ્મી રાજયોગ, 5 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. જે કુંડળીમાં હોવાથી વ્યક્તિને અપાર ધનલાભ થાય છે અને તેનું જીવન સુખમય પસાર થાય છે. આવો જ એક યોગ છે ગજલક્ષ્મી યોગ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 27 Nov 2024 06:52 PM (IST)Updated: Wed, 27 Nov 2024 06:52 PM (IST)
shukra-guru-gajlaxmi-rajyog-2025-good-effect-on-these-5-zodiac-sign
HIGHLIGHTS
  • કુંભ, સિંહ સહિતની રાશિના જાતકોને કરિયર-કારોબારમાં થશે પ્રગતિ

Gajlaxmi Rajyog 2025: નવેમ્બર મહિનાને પૂરો થવામાં હવે માંડ 4 દિવસ બાકી બચ્યા છે, જે બાદ 2024ના વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ જશે. એટલે કે નવા વર્ષને આડે હવે માંડ 34 જેટલા દિવસે બચ્યા છે, ત્યારે દરેક જણ ઈચ્છે છે કે, તેમના નવા વર્ષની શરૂઆત સારી થાય.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આવનારું વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે. નવા વર્ષની શરૂઆતમાં જ ગજલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. હકીકતમાં નવા વર્ષની શરુઆતમાં જ ગુરુ-શુક્રની યુતિ થવા જઈ રહી છે. જેનાથી શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. જે કુંડળીમાં હોવાથી વ્યક્તિને અપાર ધનલાભ થાય છે અને તેનું જીવન સુખમય પસાર થાય છે. આવો જ એક યોગ છે ગજલક્ષ્મી યોગ. જેના પ્રભાવથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તો ચાલો જાણીએ, નવા વર્ષમાં બની રહેલા ગજલક્ષ્મી યોગથી લાભ મેળવનાર લકી રાશિઓ કઈ છે.

મેષ: મેષ રાશિના જાતકો માટે આવતુ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. આવતા વર્ષે આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિ પણ વધારે મજબૂત બનશે. આવકના નવા અવસર પ્રાપ્ત થશે.

મિથુન: આવતા વર્ષમાં આ રાશિના જાતકોનું સમાજમાં માન-સમ્માન વધશે. વર્ષોથી અટકેલા કાર્ય પૂરા થતા જણાશે. જો નવી નોકરીની શોધમાં હશો, તો સારી ઑફર મળી શકે છે. નવા ધંધાની શરૂઆતના પણ યોગ બની રહ્યા છે. લગ્નજીવનમાં પાર્ટનર સાથે ચાલતા મતભેદો દૂર થતા જણાય.

સિંહ: સિંહ રાશિના જાતકો માટે પણ આવનારું વર્ષ લાભકારી રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે, જેના કારણે તમને સારો એવો ફાયદો મળતો જણાય. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. વેપારી વર્ગને સારો એવો નફો મળી શકે છે. અનેક પડકારોનો સામનો કરીને પણ તમને સફળતા મળતી જણાય.

તુલા: આવનારા વર્ષમાં તુલા રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. જેના કારણે તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વેપાર-ધંધામાં લાભ મળશે. નોકરિયાત વર્ગને સહકર્મીઓનો સાથ મળશે અને બૉસ પણ તમારા કામથી ખુશ રહેશે. સંતાન તરફથી પણ સારા સમાચાર મળશે.

કુંભ: આ રાશિના જાતકોને આવતા વર્ષે ભાગ્યનો સાથ મળશે. વર્ષોથી અટકેલા રૂપિયા પરત મળી શકે છે. વેપારી વર્ગને મુસાફરીના યોગ બની રહ્યા છે, જેનાથી તેમને લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ખૂબ જ સારી તકો તમારી રાહ જોઈ રહી છે. 2025માં કુંભ રાશિના જાતકોનું માન-સમ્માન વધશે.

આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.