Shukra Gochar 2024: ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ આગામી 2 ડિસેમ્બર સવારે 11:46 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે 28 ડિસેમ્બર સુધી રહેશે. વર્ષના અંતમાં શુક્રના ગોચરની શુભ-અશુભ અસર તમામ રાશિના જાતકો પર પડશે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને મકર રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષ ગણના અનુસાર, મકર રાશિમાં શુક્રના પ્રવેશથી કેટલીક રાશિના જાતકોને ભાગ્યનો ભરપુર સાથ મળશે.
આ પણ વાંચો
મેષ: આ રાશિના જાતકોના વર્ષોથી અટકેલા કામો આ સમય દરમિયાન પૂરા થતા જણાશે. નોકરી, વેપાર-ધંધાના કારણે તમારે પ્રવાસ કરવો પડી શકે છે, જે ફળદાયી નીવડશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે બચત પણ કરી શકશો. લગ્નજીવન પણ સુખમય પસાર થશે. મિત્રો અને સ્વજનો સાથે સબંધ સુધરશે.
વૃષભ: શુક્રના ગોચરની વૃષભ રાશિના જાતકો પર શુભ અસર થશે. આ સમયમાં તમારા વર્ષોથી અટકેલા પૈસા પરત મળી શકે છે. ધંધાદારી વર્ગને કોઈ નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. નવું ઘર કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. તમે માનસિક શાંતિ અનુભવશો.
મિથુન: શુક્રના ગોચરથી મિથુન રાશિના વિદ્યાર્થી વર્ગને ધારી સફળતા મળશે. નોકરિયાત વર્ગને નવી તક મળે અથવા પ્રમોશન પણ મળે તેવા યોગ છે. વેપારી વર્ગને સારો એવો નફો મળી શકે છે. જે લોકોએ રોકાણ કર્યું છે, તેમને સારું એવું વળતર મળી શકે છે.
કન્યા: આ રાશિના નોકરિયાત વર્ગને ખૂબ જ ફાયદો થઈ શકે છે. કામના સ્થળે નવી જવાબદારી મળી શકે છે. આ સમય દરમિયાન રોકાણ કરવાથી સારો એવો ફાયદો થશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લગ્નજીવન પણ એકંદરે સારૂ રહેશે.
કુંભ: આ રાશિના જાતકોને કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે. દરેક ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મળશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે, જેનાથી બેંક બેલેન્સ વધશે. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.
