Shani Ni Sade Sati: શનિ સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે, જે કોઈ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ રીતે ફરીથી તેજ રાશિમાં પરત ફરવા માટે શનિ 30 વર્ષનો સમય લે છે. શનિ ગ્રહ કર્મપ્રધાન છે, એટલે કે તે જાતકને તેના કર્મના આધારે ફળ આપે છે. શનિની દશા અને મહાદશાથી તમામ રાશિઓને શુભ-અશુભ અસર થાય છે. આગામી વર્ષે શનિ કુંભમાંથી મીન રાશિમાં ગોચર કરશે, જે સાથે જ દરેક રાશિ પર તેની શુભ-અશુભ અસર થશે.
અત્યારે શનિ કુંભ રાશિમાં છે, આગામી 29 માર્ચ, 2025ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ મેષ રાશિ પર શનિની સાડા સાતી અને સિંહ રાશિ પર ઢૈયા શરૂ થઈ જશે. આ બન્ને રાશિના જાતકો પર શનિનો પ્રભાવ નવા વર્ષે માર્ચ મહિનાથી દેખાશે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સાડા સાડી, શનિની ઢૈયા અને શનિની મહાદશાનું ખાસ મહત્ત્વ હોય છે, જે વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. શનિ ગ્રહ મકર અને કુંભ રાશિના સ્વામી છે. આ સમયે શનિ પોતાની સ્વ રાશિ કુંભમાં છે. કુંડળીમાં શનિ તુલા રાશિમાં ઉચ્ચ અને મેશ રાશિમાં નીચનો રહે છે. શનિની મહાદશા 18 વર્ષ, ઢૈયા અઢી વર્ષ અને સાડા સાતી સાડા સાત વર્ષની હોય છે.
શનિની સાડા સાતી અને ઢૈયાની સૌથી વધુ અસર સિંહ અને મેષ રાશિના જાતકો પર થશે. આ રાશિના જાતકો કોઈપણ પ્રકારના ખોટા કામ કરવાથી દૂર રહેવું હિતાવહ રહેશે. પોતાનાથી નાના કે નબળા વર્ગના લોકોને પરેશાન ના કરવા જોઈએ. પૈસાની બાબતમાં આંખો બંધ કરીને કોઈ પર પણ વિશ્વાસ કરવાથી નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.
આ રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે
મકર: શનિનું મીન રાશિમાં ગોચર મકર રાશિના જાતકો માટે ફાયદેમંદ નીવડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે શત્રુઓ પર વિજય હાંસલ કરી શકશો. વેપાર-ધંધામાં પણ નફો મળશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને પણ પ્રમોશનની તક મળી શકે છે. સમાજમાં માન-મોભો વધશે.
તુલા: આ રાશિના જાતકોને કોર્ટ કેસમાં સફળતા મળવાના ચાન્સ છે. આ સાથે જ તમારી આવકમાં વધારો થશે. આ સમય દરમિયાન રોકાણ કરવું યોગ્ય રહેશે. લાંબા સમયથી રહેલી બીમારી દૂર થવા સાથે સ્વાસ્થ્ય પણ સુધરશે. આ સમય દરમિયાન વાહન કે મિલકત ખરીદી શકો છે.
મિથુન: શનિનું મીન રાશિમાં ગોચર મિથુન રાશિના જાતકો માટે અનુકુળ રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને સારી ઑફર મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો આ વખતે પૂર્ણ થતાં જણાશે. વેપારી વર્ગને ધંધામાં સારો નફો મળવાના યોગ છે. આ સાથે જ નોકરિયાત વર્ગને પણ ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે.
આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.
