Vakri Mangal Rashifal: મંગળની ઉલટી ચાલ આ રાશિના જાતકોની બંધ કિસ્મતના તાળા ખોલશે, ઘરમાં સુખ-શાંતિ આવશે

મંગળ ગ્રહ આગામી 7 ડિસેમ્બરે વક્રી થશે અને 24 ફેબ્રુઆરી 2025 સુધી માર્ગી રહેશે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 Nov 2024 08:20 PM (IST)Updated: Thu, 21 Nov 2024 08:20 PM (IST)
vakri-mangal-rashifal-good-for-these-3-zodiac-sign

Vakri Mangal Rashifal: નવ ગ્રહોની આગવી ઓળખ હોવાની સાથે તેમની ચાલ પણ અલગ-અલગ હોય છે. દરેક ગ્રહ સમયાંતરે વક્રી અને માર્ગી થતાં રહે છે. જેની શુભ-અશુભ અસર તમામ 12 રાશિના જાતકો પર પડતી હોય છે. એવામાં ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ આગામી 7 ડિસેમ્બરથી ઉલટી ચાલ ચાલશે.

મંગળ ગ્રહ આગામી 7 ડિસેમ્બરે વક્રી થશે અને 24 ફેબ્રુઆરી 2025 સુધી માર્ગી રહેશે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ?

કન્યા: મંગળના વક્રી થવાથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. માન-સમ્માન પણ વધશે. વેપાર-ધંધામાં નફાના યોગ બની રહ્યા છે. આવકના નવા સ્તોત્ર ખુલશે. વર્ષોથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

તુલા: મંગળનું વક્રી થવું તુલા રાશિના જાતકો માટે શુભ રહેશે. વેપાર-ધંધામાં નફાની શક્યતા રહેશે. નોકરિયાત વર્ગ માટે સોનેરી સમય રહેશે, તેમને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. નોકરી શોધતા હોય, તો સારી ઑફર મળી શકે છે. માનસિક તણાવમાં રાહત અનુભવશો.

મીન: આ રાશિના જાતકો માટે પણ મંગળની ઉલટી ચાલ સારું ફળ આપનાની રહેશે. આ રાશિના જાતકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. સુખ-સમૃદ્ધિમાં વધારો રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સમય એકંદરે સારો રહેશે.