Budh Ast 2024: જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે અથવા તો પોતાની ચાલ બદલે છે, તો તેની અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે. આગામી 30 નવેમ્બરના રોજ રાતે 8:19 કલાકે બુધ ગ્રહ વૃશ્વિક રાશિમાં અસ્ત થશે.જ્યારે પણ બુધ ગ્રહ સૂર્યની સૌથી વધુ નજીક જાય, ત્યારે અસ્ત થઈ જાય છે. તે સમયે બુધની તમામ શુભ અસર નષ્ટ પામે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધને દેવતાઓનો સંદેશાવાહક માનવામાં આવે છે. કુંડળીમાં બુધની સ્થિતિ નબળી થવાથી જે-તે જાતકની વિચારવાની અને સમજવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. વેપારમાં પણ લાભ નથી થતો. તો ચાલો બુધના અસ્ત થવાથી કઈ-કઈ રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે.
મેષ: બુધ મેષ રાશિના આઠમાં ભાવમાં અસ્ત થશે. આથી આ રાશિના જાતકો કોઈ મોટા નિર્ણય ના લેવા જોઈએ. આર્થિક અડચણનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન પૈસાની લેવડ-દેવડ ના કરશો. સ્વાસ્થ્યની પણ કાળજી રાખવાની આવશ્યક્તા રહેશે.
વૃષભ: બુધ વૃષભ રાશિના સાતમા ભવમાં અસ્ત થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને વાણી પર સંયમ રાખવો હિતાવહ છે. પારિવારિક સમસ્યા સર્જાઈ શકે છે. કોઈ નાની વાતથી મોટો વિવાદ થઈ શકે છે.
કર્ક: બુધ કર્ક રાશિના પાંચમાં ભાવમાં અસ્ત થશે. આ રાશિના જાતકોને આકસ્મિક ખર્ચા આવી શકે છે. જેના કારણે માનસિક તણાવ અનુભવશો. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સાચવવું પડશે. વડીલોનો કોઈ સહયોગ નહીં મળે.
કન્યા: બુધ કન્યા રાશિના ત્રીજા ભાવમાં અસ્ત થશે. આ રાશિના જાતકોને ભરપુર પ્રયાસ છતાં નિષ્ફળતા મળશે. નોકરિયાત અને ધંધાદારી વર્ગને હરિફાઈનો સામનો કરવો પડી શકે છે. કોઈ નિકટના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે.
મકર: બુધ મકર રાશિના અગિયારમાં ભાવમાં અસ્ત થશે. કરિયર મામલે જાતકને પોતાની નોકરીથી સંતોષ નહીં થાય. પરિવાર અને મિત્રો સાથે સબંધ વણસી શકે છે. ભવિષ્યને લઈને પણ તમે ચિંતિત રહી શકો છો.
