Saturn Transit Mercury Mars Rashifal 2026: જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોની ચાલ અને સ્થિતિનું આગવું મહત્ત્વ હોય છે. દરેક ગ્રહની સ્થિત જાતકના જીવનમાં શુભાશુભ અસર કરતી જ હોય છે. જો ન્યાયના દેવતા શનિની વાત કરીએ તો તે અત્યારે મીન રાશિમાં બિરાજમાન છે. શનિની સાથે-સાથે ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના સેનાપતિ મંગળ પણ મીન રાશિમાં જ રહીને અસ્ત ચાલમાં ગોચર કરી રહ્યા છે.
હવે ટૂંક સમયમાં શનિ પણ અસ્ત અવસ્થામાં જઈ રહ્યા છે, જેના પરિણામે કેટલીક રાશિના જાતકો માટે શનિની અસ્ત અવસ્થા લાભકારી સિદ્ધ થઈ શકે છે, તો કેટલીક રાશિના જાતકોના જીવનમાં મોટી તકલીફો આવી શકે છે. એકસાથે ત્રણ ગ્રહોની ત્રિપુટીનું અસ્ત ચાલમાં ગોચર કરવું કેટલીક રાશિના જાતકો માટે સરપ્રાઈઝ લઈને આવે છે, તો ચાલો જાણીએ ક્યારે આ ગ્રહોની ત્રિપુટી અસ્થ અવસ્થામાં આવશે અને કંઈ ત્રણ રાશિના જાતકોની કિસ્મત ચમકાવશે.
હાલ બુધ અસ્ત અવસ્થામાં, જ્યારે શનિ બે દિવસ બાદ અસ્ત થશે
હિન્દુ પંચાગ પ્રમાણે, મંગળ ગ્રહ ગત 1 નવેમ્બર, 2025થી લઈને આગામી 2 મે, 2026 સુધી અસ્ત અવસ્થામાં જ ગોચર કરશે. જ્યારે બુધ આ મહિનાની શરૂઆતમાં જ એટલે કે 1 માર્ચ, 2026ના રોજ અસ્ત થઈ ચૂક્યા છે, જે આગામી 18 માર્ચ સુધી અસ્ત ચાલ ચાલશે.
આવી જ રીતે કર્મફળના દાતા શનિની વાત કરીએ તો, તેઓ 2 દિવસ બાદ એટલે કે 13 માર્ચ, 2026ના રોજ અસ્ત થશે, જે આવતા મહિનાની 22 એપ્રિલ સુધી અસ્ત અવસ્થામાં જ ગોચર કરવાના છે. એટલે કે બે દિવસ બાદ ત્રણેય ગ્રહો અસ્ત અવસ્થામાં આવતા જ ત્રણ રાશિના જાતકોના જીવનમાં સુખનો સૂર્યોદય આવશે.
સિંહ (Leo Rashifal)
એકસાથે ત્રણ ગ્રહોનું અસ્ત ચાલમાં ગોચર કરવું આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. નવી નોકરીની રાહ જોનારાને જાતકોને આશાનું કિરણ ઉગશે. આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે. લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળે. જૂની બીમારીઓથી રાહત મળશે. સંતાનોની સમસ્યા ઉકેલાય અને પ્રગતિ થશે.મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થવાના યોગ બનશે.
ધન (Sagittarius Rashifal)
ત્રણ ગ્રહોની અસ્ત ચાલ આ રાશિના જાતકો માટે શુભ સાબિત થવાની છે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નોકરિયાતોનો આત્મવિશ્વાસ વધવા સાથે તરક્કી થશે. નવી તકનું નિર્માણ સંભવ. આર્થિક સંજોગો ઉજળા બનશે. પોતાની આવડતના સહારે ધારેલા કાર્યો પાર પાડી શકશો. વિલંબમાં પડેલું કાર્ય આગળ વધશે. મૂંઝવણ કે પરેશાનીનો ઉપાય મળી આવતા રાહત અનુભવશો.
કુંભ (Aquarius Rashifal)
મંગળ, બુધ અને શનિ એમ ત્રણેય ગ્રહોનું અસ્ત ચાલમાં ગોચર આ રાશિના જાતકો માટે ચમત્કારિક પરિણામ લઈને આવ્યું છે. વેપારમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માટે અનુકૂળ સમય છે. આર્થિક પ્રગતિમાં ભાગ્યનો ભરપુર સાથ મળતો જણાશે. પ્રયત્નોનું ધાર્યું પરિણામ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ સારો સમય છે. અઘરાં કામ સરળ બનતા આનંદનો અહેસાસ થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
