Ashubh Trigrahi Yog: કુંભમાં ગ્રહોની ત્રિપુટીનો ખતરનાક ખેલ 3 રાશિની ધીરજની કસોટી કરશે, 11 માર્ચ સુધી જાતકો 'એક સાંધશે ત્યાં તેર તૂટશે'

જ્યારે ભ્રમના કારક રાહુની સાથે ઉર્જા અને આવેશના પ્રતિક સમાન મંગળ અને બુધનો સંગમ થાય છે, ત્યારે વ્યક્તિની સમજવા અને વિચારવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Mar 2026 08:17 PM (IST)Updated: Sat, 07 Mar 2026 08:18 PM (IST)
ashubh-trigrahi-yog-rahu-mars-mercury-conjunction-in-aquarius-till-march-11-these-3-zodiac-signs-must-stay-alert
HIGHLIGHTS
  • વર્તમાન સમયમાં કુંભ રાશિમાં બુધ, મંગળની સાથે ક્રૂર રાહુનો જમાવડો

Ashubh Trigrahi Yog: ક્રૂર ગ્રહ ગણાતા રાહુની સાથે કોઈ પણ શુભ અર્થાત દૈવત્વ ગુણ ધરાવતા ગ્રહનો યોગ અને યુતિ હંમેશા અશુભ માનવામાં આવે છે. વર્તમાનમાં કુંભ રાશિમાં બુધ અને મંગળની સાથે-સાથે રાહુ પણ બિરાજમાન છે. આ ત્રણ ગ્રહોની ત્રિપુટી અર્થાત યુતિ 11 માર્ચ, 2026 સુધી યથાવત રહેશે, જે જાતકો માટે કપરી કસોટીનો સમય સાબિત થશે.

જ્યોતિષ વિદ્યાના જાણકારોનું માનવું છે કે, જ્યારે ભ્રમના કારક રાહુની સાથે ઉર્જા અને આવેશના પ્રતિક સમાન મંગળ અને બુધનો સંગમ થાય છે, ત્યારે વ્યક્તિની સમજવા અને વિચારવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. જેના પગલે તે ઘણીવાર ખોટા નિર્ણય લઈ બેસતા હોય છે.

એકતરફ મંગળની અસરથી ક્રોધ વધી શકે છે, તો બીજી તરફ બુધની યુતિ તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી શકે છે. જેના પરિણામે વ્યક્તિ કોઈ યોજના બનાવે, તો તેમાં અવરોધો ઉભા થઈ શકે છે. ધાર્યા પ્રમાણે પરિણામ ના મળવાથી વ્યક્તિની બેચેની વધી જાય છે.

કુંભ રાશિમાં ગ્રહોની ત્રિપુટીને પગલે 3 રાશિના જાતકો માટે આવનારા દિવસોમાં ચેતીને ચાલવામાં જ સમજદારી રહેશે. આત્મવિશ્વાસના અભાવે ખોટા નિર્ણયો લેવાઈ શકે છે, તો ચાલો જાણીએ કંઈ છે આ 3 રાશિ…

મેષ (Aries Rashifal)

રાહુ, બુધ અને મંગળની ત્રિપુટી આ રાશિના જાતકોની માનસિક સ્થિતિ ડહોળી નાંખશે. જાતકોને અનિચ્છાએ પણ કામમાં વ્યસ્ત રહેવું પડે. મળેલી તક હાથતાળી આપીને જતી રહેતી જણાય. ખોટા માર્ગે નાણાં ના વેડફાય તેનું ધ્યાન રાખવું. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. નવા-નવા વૈવાહિક જીવનમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખવું. સ્વજનો સાથે સબંધ બગડશે.

કર્ક (Cancer Rashifal)

કુંભમાં ત્રણ ગ્રહોનું મિલન આ રાશિના જાતકો માટે પણ મુસીબત લઈને આવશે. પરિવારમાં તણાવ અને વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. કોઈ અગત્યના કામમાં મોટી અડચણ આવીને ઉભી રહેશે. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. વડીલો સાથે વાતચીતમાં મનભેદ વધી શકે છે. પ્રેમમાં નિષ્ફળતા હતાશ ના કરે તેનું ખાસ ધ્યાન રાખજો.

વૃશ્વિક (Scorpio Rashifal)

આ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત પડકારજનક રહેવાનો છે. તમારી ધીરજની ખરી કસોટી થવાની છે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. અપેક્ષાઓ અધુરી રહેતી લાગશે. બનેલી બાજી બગડી ના જાય તેનું ધ્યાન રાખજો. કૌટુબિક પ્રશ્ને ઉચાટ રહેશે.વડીલો સાથે વૈચારિક મતભેદો વધશે. આ સમય દરમિયાન ગજા બહાનું જોખમ ના ખેડતા, નહીંતર વધુ પામવાની ઘેલછામાં ઘણું ગુમાવશો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.