Shani Mangal Yog: જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે પણ કોઈ બે ગ્રહો એકબીજાથી 30 ડિગ્રીના અંતરે આવે, ત્યારે દ્વિદ્વાદશ યોગ સર્જાય તેમ માનવામાં આવે છે. એવામાં ગઈકાલે સાંજે 4:33 કલાકે ગ્રહોના સેનાપતિ મંગળ મકર રાશિમાં જ્યારે ન્યાયના કારક શનિ મીન રાશિમાં એકબીજાથી 30 ડિગ્રીના ખૂણે આવી જતાં દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થયું છે.
આ યોગની આમ તો દરેક રાશિના જાતકો પર અસર થતી હોય છે, પરંતુ ખાસ કરીને 4 રાશિઓ એવી છે, જેના જીવનમાં આ દ્વિદ્વાદશ યોગ પ્રગતિના દ્વાર ખોલનારો સાબિત થવાનો છે. આ દરમિયાન જાતકોની સામાજિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે રૂચી વધશે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…
Surya Shani Yuti 2026: 30 વર્ષે મીનમાં પિતા-પુત્રનો સંગમ 3 રાશિની કિસ્મત ચમકાવશે, જાતકોના અટકેલા કામ રોકેટ ગતિએ દોડશે
કર્ક (Cancer Rashifal)
દ્વિદ્વાદશ યોગ આ રાશિના જાતકોના જીવનમાં આમૂલ પરિવર્તન લઈને આવશે. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે. વ્યવસાયિક મુસાફરી પ્રગતિકારક બને. નવી યોજના અમલમાં મૂકી શકશો. આર્થિક પ્રશ્નોમાં આશાનું કિરણ દેખાય. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં યોગ્યતા બતાવવાનો મોકો મળશે. પારિવારિક જીવનમાં સુમેળ સધાય.
સિંહ (Leo Rashifal)
આ રાશિના જાતકોને પ્રયત્નોનું ધાર્યું પરિણામ મળશે. શત્રુઓ સામે બાથ ભીડી શકશો. ભાગીદારો અને સહકર્મીઓના સબંધોમાં મજબૂતાઈ આવશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. સંતાનોની સમસ્યા ઉકેલાય અને પ્રગતિ થશે.મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થઈ શકે છે. આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે. પોતાના મનનું ધાર્યું પાર પાડવા માટે અનુકુળ સમય છે. શત્રુ વિજયના યોગ બનશે.
તુલા (Libra Rashifal)
આ રાશિના જાતકોને કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તન અનુભવાશે.નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાય.લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળી રહેશે. દામ્પત્યજીવનમાં સુખના પ્રસંગો આવશે. ધારેલા લક્ષ્ય સિદ્ધ કરી શકશો. મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થઈ શકે છે. નિરાશાના વાદળો વિખેરાઈ જતા અનુભવી શકશો.
મકર (Capricorn Rashifal)
શનિ-મંગળથો દ્વિદ્વાદશ યોગ આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે, કારણ કે મંગળ ગ્રહ મકર રાશિમાં રહીને શનિ સાથે યોગ સર્જી રહ્યો છે. આથી દ્વિદ્વાદશ યોગથી આ રાશિના જાતકો માટે આકસ્મિક રીતે પ્રગતિના નવા દ્વાર ખુલશે. ચતુરાઈ અને સાહસના સમન્વયથી ધારેલું કામ સારી રીતે પાર પાડી શકશો.નોકરિયાત વર્ગનો કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. લાંબા સમયથી ઘોંચમાં પડેલા વિવાહ વગેરેના કામ ઉકેલાશે
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
