Surya Shani Yuti 2026: 30 વર્ષે મીનમાં પિતા-પુત્રનો સંગમ 3 રાશિની કિસ્મત ચમકાવશે, જાતકોના અટકેલા કામ રોકેટ ગતિએ દોડશે

મીન રાશિમાં શનિ અને સૂર્યની યુતિ લગભગ 30 વર્ષ બાદ બની રહી છે, જે મીન ઉપરાંત બીજી બે રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Mar 2026 07:25 PM (IST)Updated: Thu, 05 Mar 2026 07:25 PM (IST)
surya-shani-yuti-2026-on-march-15-these-3-zodiac-signs-will-get-big-benefits
HIGHLIGHTS
  • 15 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ શનિદેવ બિરાજમાન હશે

Surya Shani Yuti 2026: માર્ચ મહિનો ગ્રહો અને નક્ષત્રોની ચાલની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. મહિના પ્રથમ 5 દિવસમાં જ ચંદ્ર ગ્રહણ વચ્ચે હોળીનો પર્વ પસાર થઈ ચૂક્યો છે અને હવે મહિનાના અંત સુધી અનેક ગ્રહો બીજા ગ્રહ સાથે મળીને દુર્લભ યુતિ સર્જવાના છે.

દ્વિક પંચાંગ પ્રમાણે, આજથી 10 દિવસ બાદ એટલે કે 15 માર્ચના રોજ પણ સૂર્ય અને શનિની દુર્લભ યુતિ બનવા જઈ રહી છે. આ દિવસે ગ્રહમંડળના રાજા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ શનિદેવ બિરાજમાન છે.

સનાતન ધર્મમાં સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રના સબંધ છે. એવામાં મીન રાશિમાં 30 વર્ષ બાદ બની રહેલી શનિ-સૂર્યની દુર્લભ યુતિની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો પર પડશે. જો કે 3 રાશિ એવી છે, જેના માટે આ યુતિ અત્યંત ફળદાયી નીવડવાની છે, તો ચાલો જાણીએ આગામી 15 માર્ચ બાદ કઈ રાશિના જાતકોને જીવનમાં ફાયદો થશે.

મિથુન (Gemini Rashifal)

આ રાશિના જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નોકરિયાતોની નિષ્ઠાની નોંધ લેવાશે. કામકાજના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. પરદેશના કામકાજમાં પ્રગતિ થાય. જૂના દેવા ચૂકવવામાંથી મુક્તિ મળશે. જેમ-જેમ દિવસો વીતશે, તેમ-તેમ આર્થિક સમસ્યામાંથી છૂટકારો મળશે.

કર્ક (Cancer Rashifal)

સૂર્ય-શનિની દુર્લભ યુતિ આ રાશિના ભાગ્ય સ્થાનમાં બનતી હોવાથી જાતકોને ગમે તેવા કપરા સંજોગોમાં ભાગ્યનો સાથ મળશે. ધંધાકીય કાર્યમાં પ્રગતિ થાય.વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકશે. નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે. પરિવારમાં શુભ કાર્ય થાય. નવી ઓળખાણ લાભદાયક રહેશે.

મીન (Pisces Rashifal)

આ રાશિમાં જ સૂર્ય અને શનિની યુતિ બની રહી છે. જેથી મીન રાશિના જાતકો માટે આવનારા દિવસો ખૂબ જ લાભકારી સિદ્ધ થવાના છે. જાતકોની સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહે. લાંબાગાળાથી અટકેલા કામો ગતિ પકડશે. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતાં જણાશે. કાનૂની ગુંચ ઉકેલાશે. વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતાં જણાશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.