US Iran Conflict: ચીનના 'નોસ્ત્રાદમસે' ઈરાન-અમેરિકા યુદ્ધ પર કરેલી ત્રણ ભવિષ્યવાણી પૈકી બે સાચી પડી, હવે ત્રીજીને લઈને દુનિયાભરમાં ફફડાટ!

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાની ધુરા સંભાળશે અને ઈરાન સામે યુદ્ધ છેડશે. જો કે ઈરાનની ભૌગોલિક પરિસ્થિતિ અને આંતરિક વિરોધના પગલે અમેરિકાના ભાગે ભારે ખુંવારી થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Mar 2026 06:25 PM (IST)Updated: Thu, 05 Mar 2026 06:25 PM (IST)
chinese-nostradamus-xueqin-jiang-claims-us-will-lose-war-against-iran-two-predictions-already-true
HIGHLIGHTS
  • પ્રોફેસર જુએકિન જિયાંગનો બે વર્ષ પહેલાનો વીડિયો અત્યારે વાયરલ

US Iran Conflict: ઈઝરાયલ અને અમેરિકાના ભીષણ હુમલાના પગલે ઈરાન વધારે આક્રામક બની ગયું છે. રઘવાયા ઈરાને પલટવાર કરતાં ઈઝરાયલ ઉપરાંત ગલ્ફ દેશોમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કરીને તાબડતોડ મિસાઈલો ઝીંકી છે.

સમગ્ર વિશ્વમાંથી માત્ર ચીન, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશો જ માત્ર ઈરાનને પોતાનો ટેકો જાહેર કરી રહ્યા છે. જો કે ઈરાનના આક્રામક વલણને જોતા આ યુદ્ધ વધારે લાંબું ખેંચાઈ શકે છે. એવામાં ચીનના નોસ્ત્રાદમસ ગણાતા પ્રોફેસર જુએકિન જિયાંગે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.

લોકપ્રિય યુટ્યુબ ચેનલ પ્રોડક્ટિવ હિસ્ટ્રીના હોસ્ટ પ્રોફેસર જુએકિને અત્યાર સુધીમાં કરેલી ત્રણ ભવિષ્યવાણીઓ પૈકી બે સાચી સાબિત થઈ ગઈ છે. હવે સૌ કોઈની નજર તેમની ત્રીજી ભવિષ્યવાણી પર છે. જેમાં તેમણે ઈરાનની સામે અમેરિકા આ યુદ્ધ હારી જશે તેમ જણાવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત ફરીની ઈરાન સામે યુદ્ધ કરશે (US Iran Conflict)

હકીકતમાં પ્રોફેસર જુએકિને વર્ષ 2024માં એક ઑનલાઈન લેક્ચર સમયે દાવો કર્યો હતો, જેનો વીડિયો હવે યુદ્ધ વચ્ચે વાયરલ થઈ રહ્યો છે. આ સમયે ચીનના નોસ્ત્રાદમસ જે ત્રણ ભવિષ્યવાણી કરી હતી, તેના પર હવે સૌ કોઈનું ધ્યાન ગયું છે.

જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાની સત્તા સંભાળશે અને તેઓ ઈરાન સામે યુદ્ધની શરૂઆત કરશે. આ બન્ને ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. જ્યારે પ્રોફેસરે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની ભારે ખુંવારી થશે, તેવી ત્રીજી મહત્ત્વની ભવિષ્યવાણી કરી હતી.

પ્રોફેસર જુએકીન જિયાંગ ચીનના નોસ્ત્રાદમસ (Professor Xueqin Jiang Prediction)

જણાવી દઈએ કે, પ્રોફેસર જુએકીન જિયાંગ ચીનમાં ફિલૉસોફી અને હિસ્ટ્રીના પ્રોફેસર છે. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલ તેઓ યુટ્યૂબ પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાની યુટ્યુબ ચેનલમાં પ્રોફેસર દેશ-દુનિયાની વર્તમાન સ્થિતિ, જિયો પૉલિટિકલ પરિસ્થિતિ અને ગ્લોબલ ઈવેન્ટ્સ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે.

આજથી લગભગ 2 વર્ષ પહેલા જ જિયાંગે પોતાના વીડિયોમાં જણાવી દીધુ હતું કે, ટ્રમ્પ ફરીથી અમેરિકાની ધુરા સંભાળશે, તે સાથે જ ઈરાન સાથેના સબંધો વણસી જશે. બન્ને દેશો વચ્ચેનું ઘર્ષણ ખાસ કરીને અમેરિકાને જ મોંઘુ પડશે. પ્રોફેસરે ઈરાનના પર્વતિય પ્રદેશો, લાંબી સપ્લાય લાઈન અને આંતરિક વિરોધ અમેરિકા માટે મોટી મુશ્કેલી ઉભી કરશે તેમ જણાવ્યું હતુ.

અત્યારે તો પ્રોફેસર જુએકીન જિયાંગની અત્યાર સુધીની બે ભવિષ્યવાણી સાચી ઠરતા તેઓ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. લોકો તેમને ચીનના નોસ્ત્રાદમસ કહેવા લાગ્યા છે.