સૂર્યનું અનુરાધા નક્ષત્રમાં ગોચર: મેષ, વૃષભ સહિત 5 રાશિના જાતકો પર અશુભ પ્રભાવ રહેશે, સ્વાસ્થ્ય કથળવા સાથે આવી શકે છે આર્થિક સંકટ

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને શનિને એકબીજાના પરમ શત્રુ માનવામાં આવે છે, અર્થાત બંને ગ્રહો વચ્ચેના કનેક્શનનને શુભ નથી માનવામાં આવતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Nov 2024 04:32 PM (IST)Updated: Wed, 20 Nov 2024 04:32 PM (IST)
surya-gochar-in-anuradha-nakshatra-effect-on-zodiac-signs

Sun Transit 2024: વૈદિક જ્યોતિષ મુજબ, જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે, તો તેની શુભ-અશુભ અસર તમામ રાશિઓ પર સીધી પડે જ છે. નવગ્રહો પૈકી સૂર્ય દેવ વિશેષ મહત્ત્વ ધરાવે છે, જે દર મહિનાના અંતરે રાશિ પરિવર્તન કરે છે. સૂર્યને સાહસ, લીડરશિપ, માન-સમ્માન અને યશનો કારક માનવામાં આવે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં 29 થી 30 દિવસમાં પરિવર્તન કરે છે, પરંતુ આ દરમિયાન તે બે થી ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરે છે.

ગઈકાલે બપોરે 3:03 મિનિટે સૂર્યએ અનુરાધા નક્ષત્રમાં ગોચર કર્યું છે, જેનો સ્વામી ન્યાયના દેવતા શનિ દેવ છે. તો ચાલો આજે જાણીએ એવી કઈ 5 અનલકી રાશિઓ છે, જેના જાતકો પર સૂર્યનું નક્ષત્ર પરિવર્તન શુભ નહીં નીવડે.

મેષ: અનુરાધા નક્ષત્રમાં સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે અશુભ નીવડશે. નોકરિયાત વર્ગને ખાસ સાચવવું પડશે, તેઓ બોસની નારાજગીનો ભોગ બની શકે છે. વેપારી વર્ગને ધન હાનિ થઈ શકે છે. આ ઉપરાંત અકસ્માત થવાની પણ શક્યતા રહેશે. કોર્ટમાં જો કોઈ કેસ ચાલતો હશે, તો તેમાં પણ ખર્ચો થઈ શકે છે.

વૃષભ: આ રાશિના જાતકોને આગામી એક મહિના સુધી બીમારીથી સાચવવું પડશે. લગ્નજીવનમાં જીવનસાથી સાથે મતભેદ થવાથી તણાવની શક્યતા રહેશે. હાલના સમયમાં નોકરી બદલવાનું વિચારતા હોવ તો માંડી વાળવું જ સારું રહેશે.

સિંહ: આ રાશિના જાતકોને ખૂબ જ નિકટના વ્યક્તિ સાથે સબંધો વણસી શકે છે. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પૈસાની લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી હિતાવહ રહેશે.

તુલા: નોકરિયાત વર્ગ માટે સૂર્યનું ગોચર સારું નહીં રહે. તેમને સહકર્મી સાથે મતભેદ થઈ શકે છે અને ઈન્ક્રીમેન્ટ અટકી શકે છે. ધંધાદારી વર્ગને રોકાણનું વળતર ના મળવાથી તેઓ તણાવમાં રહેશે. બીમારી થવાની શક્યતા રહેશે. લગ્નજીવનમાં પણ જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.

મકર: મકર રાશિના જાતકોને પૈસાની તંગીનો સામનો કરવો પડશે, જેના કારણે નોકરિયાત વર્ગનો ખાસ તણાવ વધી શકે છે. વેપારી વર્ગને વેચાણમાં કમીની શક્યતા રહેશે. ધંધાદારી વર્ગને ધંધાના કામથી મુસાફરી કરવા છતાં કોઈ લાભ ના મળે, તેવા યોગ છે. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સાચવવું પડશે.