Surya Gochar 2024: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવને યશ અને એશ્વર્યને કારક માનવામાં આવે છે. સૂર્ય દેવ કોઈ એક રાશિમાં 30 દિવસ સુધી રહે છે, જે બાદ બીજી રાશિમાં ગોચર કરે છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાની તિથિ પર સંક્રાંતિ મનાવવામાં આવે છે. આ દરમિયાન પૂજા, જપ, તપ અને દાન-પુણ્ય કરવામાં આવે છે. સૂર્ય દેવની પૂજા કરવાથી કરિયર અને વેપાર-ધંધામાં અણધારી સફળતા મળે છે.
ટૂંક સમયમાં સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરશે. સૂર્ય દેવ ધન રાશિમાં ગોચર કરવાની તિથિ પર ધન સંક્રાંતિ મનાવવામાં આવશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી રાશિ ચક્રની તમામ રાશિઓ પર શુભ-અશુભ અસર જોવા મળે છે. જેમાં 3 રાશિના જાતકોને સૌથી વધુ ફળદાયી નીવડશે.
વૈદિક જ્યોતિષ ગણના મુજબ, આગામી 15 ડિસેમ્બર રાતે 10:10 કલાકે સૂર્ય દેવ વૃશ્વિક રાશિથી નીકળીને ધન રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં સૂર્ય દેવ 13 જાન્યુઆરી, 2025 સુધી રહેશે. જેના બીજા દિવસે સૂર્ય દેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે. સૂર્ય દેવના મકર રાશિમાં ગોચર કરવાની તિથિએ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. સૂર્યના ધનુ રાશિમાં ગોચર દરમિયાન 28 ડિસેમ્બરને પૂર્વાષાઢા અને 11 જાન્યુઆરી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગોચર કરશે. સૂર્ય દેવા રાશિ પરિવર્તનથી અનેક રાશિના જાતકોને લાભ થશે.
મેષ: મેષ રાશિમાં સૂર્ય દેવ ઉચ્ચના હોય છે. આથી આ રાશિના જાતકો પર સૂર્ય દેવની વિશેષ કૃપા વરસે છે. ધંધાને લઈને મુસાફરી કરવી પડી શકે છે, જેનાથી સારો એવો ફાયદો થશે. સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા દૂર થતી જણાશે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને ફાયદો મળશે. દરરોજ સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ.
વૃશ્વિક: વૃશ્વિક રાશિના ધન ભાવમાં સૂર્યની દ્રષ્ટિ હશે. સૂર્ય દેવની કૃપાથી આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વર્ષોથી અટકેલા પૈસા પરત મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહ્યું હોય, તો આ સમય અનુકુળ છે. નોકરિયાત વર્ગને બોસ તમારા કામથી પ્રભાવિત થશે.
મીન: સૂર્ય દેવના રાશિ પરિવર્તન થવાથી મીન રાશિના જાતકોને ફાયદો થશે. કેરિયર અને વેપાર-ધંધામાં વિશેષ લાભ પ્રાપ્ત થશે. સૂર્ય દેવની કૃપાથી નોકરીમાં અણદારી સફળતા મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સારી ઑફર મળવાના યોગ છે. નોકરિયાત વર્ગને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનના યોગ બની રહ્યા છે.
