Grah Gochar In December: આજથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. વર્ષ 2024નો અંતિમ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિના શનિ સહિત અનેક ગ્રહો પોતાની ચાલ બદલશે. તો ચાલો જાણીએ આ મહિને ગ્રહોની ચાલ કેવી રહેશે અને કઈ રાશિઓને નુકસાન કરી શકે છે.
ડિસેમ્બરમાં કેવી રહેશે ગ્રહોની ચાલ (Grah Gochar in December 2024)
આવતીકાલે એટલે કે 2 ડિસેમ્બરના રોજ ધન-વૈભવના દાતા અને ઐશ્વર્યના સ્વામી શુક્ર ગ્રહ મકર રાશિમાં ગોચર કરશે. અત્યારે શનિ ગ્રહ પણ કુંભ રાશિમાં બિરાજમાન છે. જે બાદ 15 ડિસેમ્બરે ગ્રહોનો રાજા સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે 29 ડિસેમ્બરે મોડી રાતે સૂર્ય ગ્રહ પૂર્વાષાડા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
આ ઉપરાંત ગ્રહોનો સેનાપતિ મંગળ 7 ડિસેમ્બરે કર્ક રાશિમાં વક્રી થશે. એટલે કે આ દિવસથી કર્ક રાશિમાં મંગળની ઉલટી ચાલ શરૂ થઈ જશે. જ્યારે બુધ ગ્રહ 16 ડિસેમ્બરે વૃશ્વિક રાશિમાં માર્ગી થશે. જેની પહેલા બુધ 9 ડિસેમ્બરે અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જે બાદ 24 ડિસેમ્બરે જયેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
ન્યાયના દેવતા શનિ પણ 27 ડિસેમ્બરની રાતે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ, આ પરિવર્તનને અગત્યનું માનવામાં આવે છે. આ સિવાય આવતીકાલે 2 ડિસેમ્બરની સાંજે પાપ ગ્રહ કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. કેતુ આ નક્ષત્રમાં આવતા જ કેટલીક રાશિઓની મુશ્કેલી વધી શકે છે.
કઈ રાશિને અશુભ અસર કરશે? (December Rashifal)
કર્ક: ગ્રહ ગોચરથી કર્ક રાશિના જાતકોના જીવનમાં ઉથલ-પાથલ જોવા મળી શકે છે. નોકરી પ્રત્યે અસંતોષ અને અણગમો વધી શકે છે. હરીફ તમારા ઉપર હાવી થઈ જશે. અજાણ્યા લોકોથી કારણ વિના વિવાદ થઈ શકે છે.
સિંહ: ગ્રહોના ગોચરની સિંહ રાશિના જાતકો પર પણ અશુભ અસર જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને સફળતા માટે વધારે મહેનત કરવી પડશે. નોકરી બદલવી પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે. આકસ્મિક ખર્ચો આવી શકે છે. પાર્ટનર સાથે વિવાદ વકરી શકે છે. આ મહિનો વાણી પર સંયમ રાખવો જરૂરી.
કન્યા: ડિસેમ્બરના અલગ-અલગ ગ્રહના ગોચરની કન્યા રાશિના જાતકો પર અશુભ અસર પડી શકે છે. ધન હાનિ થઈ શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા બરાબર વિચાર કરવો જરૂરી જણાય. પ્રોફેશનલ લાઈફમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત વર્ગને કામના સ્થળે તણાવનો સામનો કરવો પડશે.
વૃશ્વિક: ગ્રહો ગ્રોચરના દુષ્પ્રભાવથી વૃશ્વિક રાશિના જાતકોને અણધારી મુસીબત આવી શકે છે. ખોટી સંગતના કારણે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છે. પર્સનલ અને પ્રોફેશન લાઈફમાં સાવધાની રાખવી પડશે. ઘરના વડીલો સાથે વિવાદ થઈ શકે છે.
મીન: મીન રાશિના જાતકો પર પણ ગ્રહોના ગોચરની બુરી અસર થશે. કરિયરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મન શાંત ના રહેવાથી અનેક અગત્યના કામ બગડી શકે છે. ગેરસમજના કારણે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.
