Who Was Sukhdev Singh: થોડાં વર્ષો પહેલાં જ ઊભો કર્યો હતો દબદબો અને ચૂંટણી પણ લડી હતી, કોણ હતા સુખદેવ સિંહ ગોગામેડી?

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 05 Dec 2023 05:37 PM (IST)Updated: Thu, 07 Dec 2023 12:45 PM (IST)
who-was-sukhdev-singh-gogamedi-who-had-raised-power-and-contested-the-elections-a-few-years-ago

Who Was Sukhdev Singh: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા છે અને બે દિવસ પછી એટલે કે મંગળવારે જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરી દેવાઈ છે. જેનાથી રાજ્યમાં સનસની ઊભી થઈ ગઈ છે અને રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જયપુરમાં રાજપૂત સમુદાયના કેટલાંક લોકોએ પ્રદર્શનો પણ કર્યા. સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi) છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજપૂતોનું સંગઠન ચલાવી રહ્યાં હતા અને સામાજિક રીતે ઘણાં જ સક્રિય હતા. તેઓ BSPમાંથી એક વખત ચૂંટણી પણ લડી ચુક્યા છે. તેઓ જે મકાનમાં રહેતા હતા, તેના પર કબજા સહિત અનેક મોટા આરોપ લાગતા હતા. માનવામાં આવે છે કે તેમની હત્યા પાછળ પણ આવું જ કોઈ કારણ હોઈ શકે છે.

હુમલાખોરોએ પહેલા ચા પીધી અને પછી હત્યા કરી
મંગળવારે નવીન શેખાવત સહિત ત્રણ હુમલાખોર તેમના ઘરમાં આવ્યા હતા અને અંદર બેસીને ચા પીધી હતી. લગભગ 10 મિનિટની વાતચીત પછી આ લોકોએ તેમણે ગોળીઓ મારીને હત્યા પણ કરી નાખી. આ ઘટના જયપુરના શ્યામ નગર વિસ્તારમાં થઈ, જ્યાં સુખદેવ સિંહ રહેતા હતા. રાજસ્થાન પોલીસના DGP ઉમેશ મિશ્રાએ કહ્યું કે- ત્રણ લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. તેમની સાથે થોડો વખત વાતચીત કર્યા બાદ ફાયરિંગ કર્યું હતું. આ સનસનીખેજ હત્યાકાંડના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. આ હત્યાકાંડ વચ્ચે ગોગામેડીના એક સુરક્ષાકર્મીને પણ ગોળી વાગી છે, તેની સારવાર ચાલી રહી છે.

પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં મહત્વની ભૂમિકા
રાજપૂત નેતા સુખદેવ ગોગામેડીનું નામ ભલે જ ચર્ચામાં નથી રહ્યું પરંતુ તેઓ સામાજિક જીવન સાથે વર્ષોથી સંકળાયેલા હતા. તેઓ લોકેન્દ્ર સિંહ કાલવીની અધ્યક્ષતાવાળા રાજપૂત કરણી સેના સંગઠનના પણ અધ્યક્ષ હતા. આ સંગઠને જ્યારે પદ્માવત ફિલ્મનો વિરોધ કર્યો હતો તો તેમાં સુખદેવનો પણ મહત્વનો રોલ હતો. જે બાદમાં તેમનો કાલવી સાથે મતભેદ થયો તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી એક અલગ જ સંગઠન બનાવી લીધું. ગેંગસ્ટર આનંદપાલ સિંહની હત્યા વિરુદ્ધ પણ તેમણે પ્રદર્શન કર્યું હતું અને સુખદેવને ચર્ચા મળી હતી. તેમના અનેક વીડિયો પણ વાયરલ થયા હતા.

naidunia_image

BSPમાંથી ચૂંટણી લડી હતી ગોગામેડી
શાનદાર વ્યક્તિત્વ અને મોટી મુંછોવાળા સુખદેવ સિંહે એક વખત બસપામાંથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. જે બાદ તેઓ રાજપૂત સમાજની રાજનીતિ સાથે જોડાયા હતા. જયપુરના પોલીસ કમિશનર બીજૂ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે હુમલા પછી તાત્કાલીક ગોગામેડની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા. હુમલાખોરોએ સુખદેવના ગાર્ડ સાથે મુલાકાતની વાત કરી હતી જે બાદ તેમણે અંદરથી પરમિશન મળી હતી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હત્યાની જવાબદારી, એક હુમલાખોર પણ ઠાર
આ દરમિયાન ત્રણ હુમલાખોરોએ ચા પીધી અને હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ગાર્ડ દ્વારા કરાયેલા ફાયરિંગમાં હુમલાખોર નવીનસિંહ શેખાવત પણ ઠાર થયો હતો. કહેવાય છે કે આ લોકો સ્કોર્પિયોથી આવ્યા હતા અને બાદમાં એક મહિલાનું સ્કૂટી ઝુંટવીને ભાગી ગયા. ગોગામેડની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. કહેવાય છે કે બિશ્નોઈ ગેંગના એક શૂટર રોહિત ગોદારા પણ આ હત્યાકાંડમાં સામેલ હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.