Sukhdev Singh Gogamedi Shot Dead: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશાધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર તેમના ઘરમાં 4 વ્યક્તિએ ઘુસીને તેમને ગોળી મારી છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ફાયરિંગની સૂચના મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જાણકારી અનુસાર તેમને 4 ગોળી મારવામાં આવી છે.
સુખદેવ સિંહ ગોગામેડી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન સુખદેવ સિંહ ગોગામેડીએ તેમના સેટ પર પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)એ ફિલ્મ પદ્માવતી વિરુદ્ધ સતત મોરચો શરૂ કર્યો અને દેશભરમાં તેનો વિરોધ કર્યો, જેના પરિણામે ફિલ્મ નિર્માતાએ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવું પડ્યું અને તેમાંથી ઘણા દ્રશ્યો પણ હટાવી દીધા.
સુખદેવ સિંહ ગોગામેડીના હત્યા પર ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતાની પ્રતિક્રિયા આપી છે.તેમણે લખ્યું- શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવ સિંહ ગોગામેડીજીની હત્યાના સમાચારથી સ્તબ્ધ છું. આ સંદર્ભમાં પોલીસ કમિશનરે જાણકારી લીધી છે અને આરોપીઓને જલ્દી ધરપકડ કરવા માટે કહ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
