LIVE BLOG

Sukhdev Singh Gogamedi Funeral Highlights: આજે હનુમાનગઢમાં સુખદેવ સિંહના અંતિમસંસ્કાર થશે

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની હત્યાની ઘટનાથી આખા રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Thu, 07 Dec 2023 12:28 PM (IST)Updated: Wed, 11 Dec 2024 11:27 AM (IST)
live-updates-sukhdev-singh-gogamedi-antim-sanskar-protest-rajasthan-bandh-rashtriya-rajput-karni-sena-murder-news-live-blog

Sukhdev Singh Gogamedi Funeral Highlights: રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની હત્યાની ઘટનાથી આખા રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. ગોગામેડીનાં જયપુર સ્થિત ઘરમાં ઘૂસીને ત્રણ હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું જેમાં તેઓનું મોત થયું હતું. એક પરિચિત સાથે આવેલા બે હત્યારાઓએ 15થી વધુ ગોળીઓ ચલાવવી સુખદેવ સિંહને મોતને ઘાટ ઉતારી દીધા હતા. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ પ્રત્યે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેમના પાર્થિવશરીરને અંતિમદર્શન માટે જયપુરના શ્રી ભવની નિકેતન સ્કૂલ અને કોલેજમાં રાખવામાં આવ્યો હતો. આજે સુખદેવસિંહ ગોગામેડીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે જેમા સેંકડો લોકો હાજરી આપશે તેવું મનાઈ રહ્યું છે.

બુધવારે મોડી સાંજે ગોગામેડીની પત્નીએ મીડીયાકર્મીઓને સંબોધતા કહ્યું હતું કે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અમારી જીત છે. અંતિમદર્શન અને અંતિમસંસ્કાર ગુરુવારે કરવામા આવશે. શીલા શેખાવતે માહિતી આપી હતી કે દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવશે.