ટેરિફ વૉર વચ્ચે રાજનાથસિંહનો આડકતરી રીતે ટ્રમ્પને જવાબ, વિશ્વાસપૂર્વક કહ્યું- 'ભારતને વિશ્વની મોટી તાકાત બનતા કોઈ રોકી નહીં શકે'

આજે ભારત 24 હજાર કરોડ રૂપિયાથી વધુ હથિયારોની નિકાસ કરી રહ્યું છે, આજ ભારતની તાકાત છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 10 Aug 2025 04:31 PM (IST)Updated: Sun 10 Aug 2025 04:31 PM (IST)
madhya-pradesh-news-indian-defence-minister-rajnath-singh-reply-on-trump-tariff-582727
HIGHLIGHTS
  • 'કેટલાક લોકો પોતાને દુનિયાના બૉસ સમજે છે'
  • કેટલાક લોકોને ભારતનો વિકાસ પચતો જ નથી

Madhya Pradesh | Rajnath Singh to Trump Tariff: દેશના સંરક્ષણ મંત્રી આજે મધ્ય પ્રદેશના પ્રવાસે છે, ત્યારે તેમણે રાયસેનના દશેરા મેદાનમાં દેશની પ્રથમ રેલ અને મેટ્રો કોચ બનાવતા યુનિટ ગ્રીનફીલ્ડ રેલ કોચ ફેક્ટરીના ભૂમિપૂજન દરમિયાન જંગી જનસભાને સંબોધતા આડકતરી રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આડેહાથ લીધા હતા.

રાજનાથસિંહે જણાવ્યું કે, કેટલાક લોકો પોતાને દુનિયાના બોસ સમજે છે. કેટલાક લોકોને ભારતનો વિકાસ પચતો નથી અને તેઓ ભારતના વિકાસ દરથી ખુશ નથી. તેમને આ ગમતુ જ નથી - બધાના બૉસ તો આપણે જ છીએ..ભારત એટલી ઝડપથી કેવી રીતે આગળ વધી રહ્યું છે?

ઘણાં લોકો પ્રયાસ કરી રહ્યા છે કે, ભારતમાં બનેલી વસ્તુઓ, ભારતીયોના હાથથી બનેલી વસ્તુઓ તેમના દેશમાં બનેલી વસ્તુઓ કરતાં મોંઘી થઈ જાય. જેથી દુનિયા તેને ખરીદવાનું બંધ કરી દે.

જો કે હું વિશ્વાસપૂર્વક કહું છું કે, ભારત એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે, હવે દુનિયાની કોઈ પણ તાકાત તેને આગળ વધતા અને વિશ્વની મોટી તાકાત બનતા રોકી નહીં શકે.

વધુમાં રાજનાથસિંહે જણાવ્યું કે, જ્યાં સુધી ડિફેન્સ સેક્ટરની વાત છે, તો તમને જાણીને ખુશી થશે કે, આજે આપણે 24 હજાર કરોડ રૂપિયાથી વધુ હથિયારોની નિકાસ કરી રહ્યા છીએ. આજ ભારતની તાકાત છે. આ નવા ભારતનું નવું ડિફેન્સ સેક્ટર છે અને નિકાસ સતત આગળ વધી રહી છે.