Nida Khan Arrested Nashik TCS Case: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના કથિત ધર્માંતરણ કેસે આખા દેશમાં ચર્ચા જગાવી હતી. આ નાસિક ટીસીએસ કેસમાં નાસિક પોલીસે એક મોટી સફળતા મેળવી છે. આ કેસમાં સૌથી મોટું નામ સામે આવ્યું હોય તો તે નિદા ખાનનું હતું. છેલ્લા 25 દિવસથી પોલીસને ચકમો આપી રહેલી આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનની આખરે છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અને આરોપી વચ્ચે ચાલેલી આ લાંબી શોધખોળનો અંત ગુરુવાર, 7 મે ના રોજ આવ્યો હતો.
સાદા કપડાંમાં 20 અધિકારીઓએ રાખી નજર
આ પણ વાંચો
ઘણીવાર આરોપી સુધી પહોંચવા માટે પોલીસે સામાન્ય માણસના પહેરવેશમાં અને સ્થાનિક લોકો જેવા બનવાની ફરજ પડે છે. આવું જ કંઈ થયું આ કાસમાં. નિદા ખાનની ધરપકડ કરવા માટે નાસિક પોલીસે અત્યંત ગુપ્ત અને સુનિયોજિત રણનીતિ બનાવી હતી. પોલીસને બાતમી મળી હતી કે નિદા ખાન છત્રપતિ સંભાજીનગરના નારેગાંવ વિસ્તારમાં આવેલી કૈસર કોલોનીમાં એક ભાડાના ફ્લેટમાં છુપાયેલી છે. તે છેલ્લા 3 થી 4 દિવસથી ત્યાં પોતાના પિતા, માતા, ભાઈ અને કાકી સાથે રહેતી હતી.
ધરપકડ દરમિયાન કોઈ અવરોધ ન આવે અને આરોપી ફરીથી છટકી ન જાય તે માટે પોલીસે ખાખી ગણવેશ અને પોલીસ જીપનો ત્યાગ કર્યો હતો. સાદા કપડાંમાં 20 થી વધુ પોલીસ અધિકારીઓએ 3 થી 4 દિવસ સુધી તે વિસ્તારમાં ભીડમાં ભળી જઈને સતત દેખરેખ રાખી હતી. ટેકનિકલ એનાલિસિસ અને લોકેશન ટ્રેકિંગ દ્વારા ખાતરી થયા બાદ પોલીસે અચાનક દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. નિદા ખાન છત્રપતિ સંભાજીનગરમાં કેટલાક વકીલોની સલાહ પણ લઈ રહી હતો. આ ઉપરાંત નિદા ખાન હાઈકોર્ટમાં જામની માટે અરજી કરવાની તૈયારી પણ ચાલી રહી હતી.
શું છે સમગ્ર કેસ?
નિદા ખાન પર આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની TCS ની નાસિક ઓફિસના અનેક કર્મચારીઓને બળજબરીથી ધર્માંતરણ કરાવવાનો ગંભીર આરોપ છે. વર્ષ 2021 થી આ કંપનીમાં 'પ્રોસેસ એસોસિયેટ' તરીકે કામ કરતી નિદા ખાનને આ આરોપો બાદ ગયા મહિને જ સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નિદા આઠમી આરોપી છે. અગાઉના 7 આરોપીઓની તપાસની શરૂઆતમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
કાનૂની સલાહ લેતી વખતે જ પોલીસ ત્રાટકી
ધરપકડ ટાળવા માટે નિદા ખાને અગાઉ કોર્ટમાં પોતે ગર્ભવતી હોવાનો દાવો કરીને વચગાળાના રક્ષણની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેની વિનંતી ફગાવી દીધી હતી. સંભાજીનગરમાં છુપાયા દરમિયાન તે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવા માટે વકીલો પાસેથી કાનૂની સલાહ લઈ રહી હતી. જોકે, તે કાનૂની પ્રક્રિયા શરૂ કરે તે પહેલા જ પોલીસ તેને પકડવામાં સફળ રહી હતી.
ધરપકડ બાદ નિદા ખાનને સુતગિરણી ચોક ખાતે ન્યાયિક અધિકારીના નિવાસસ્થાને રજૂ કરવામાં આવી હતી. નાસિક પોલીસે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ માટે તેને ખાસ વાહનમાં નાસિક લઈ જવામાં આવી છે. જ્યારે તેની ધરપકડ થઈ ત્યારે તેની સાથે પરિવારના 5 સભ્યો પણ હાજર હતા. પોલીસ હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલમાં એવી ચોકાવનારી વાત પણ સામે આવી છે કે નામ બદલીને નિદા ખાનને મલેશિયા મોકલવાની તૈયારીઓ થઈ રહી હતી.
TCS નાશિક કેસમાં નિદા ખાન પર કયા કયા આરોપ લાગ્યા છે
- જબરદસ્તી ધાર્મિક રૂપાંતરણ (Forcible religious conversion): મહિલા કર્મચારીઓને ઇસ્લામ તરફ વાળવાના પ્રયાસ ધાર્મિક પુસ્તકો આપવા, બુરખા પહેરાવવા, નમાઝ શીખવવા અને ધાર્મિક એપ્સ ઇન્સ્ટોલ કરવા કહેવું.
- મહિલા કર્મચારીઓને બુરખા, ધાર્મિક પુસ્તકો અને સામગ્રી આપીને પ્રભાવિત કરવી.
- યૌન ઉત્પીડન અને હેરેસમેન્ટમાં સહાયક તરીકેની ભૂમિકા: અન્ય આરોપીઓ (જેમ કે તેના ભાઈ સહિત)ને સપોર્ટ કરવો, ફરિયાદો અવગણવી અને POSH કમિટીમાં હોવા છતાં કાર્યવાહી ન કરવી.
- મહિલાઓને ઇસ્લામિક પરંપરા મુજબ ડ્રેસ અને વર્તન અપનાવવાની સલાહ આપવી અને ધાર્મિક દબાણ કરવું.
- વિક્ટિમને મલેશિયા જોબનું વચન આપીને મોકલવાની યોજના અને નામ બદલવા (જેમ કે ‘Haniya’)ની પ્રક્રિયા.
- આઉટરેજિંગ મોડેસ્ટી, ક્રિમિનલ ઇન્ટિમિડેશન, મેન્ટલ હેરેસમેન્ટ અને સંબંધિત કલમો હેઠળ આરોપો.
- ફરિયાદો અવગણવી અને HR તરીકે જવાબદારી ન નિભાવવી વર્કપ્લેસ હેરેસમેન્ટની અનેક ફરિયાદો છતાં કાર્યવાહી ન કરવી. આ આરોપો FIR અને પોલીસ તપાસ પર આધારિત છે; કોર્ટમાં સાબિત થયા નથી.
