Rohtak: હરિયાણાના રોહતકમાં એક ગેંગવોરની ઘટના બની છે. જ્યાં એક હોટલમાં 4 યુવકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે રાત્રે અંધાધૂધ ફાયરિંગથી હોબાળો મચી ગયો હતો. મિલન નામની હોટલમાં આ ફાયરિંગની ઘટના બની છે. જોકે, આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ પણ ત્યાં ઉભા રહ્યા હતા અને હથિયારો બતાવી ડરનો માહોલ ઉભો કર્યો હતો. ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ચોથો યુવક ભાગવા લાગ્યો હતો, તેનો પણ પીછો કરીને આરોપીઓએ ગોળીઓથી વિંધિ દીધો હતો.
પોલીસ સ્ટેશન નજીક ફાયરિંગ
આ પણ વાંચો
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જ્યાં આ ફાયરિંગની ઘટના બની તેનાથી 50 ડગલા દૂર જ પોલીસ સ્ટેશન આવલું છે. પોલીસ સ્ટેશનની નજીક જ આવી ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મૃતકો
1. રિન્કુ
2. વિનિત
3. ગન્જુ
4. હિમાંશુ
રાત્રે એક વાગ્યે ખેલાયો ખુની ખેલ
આ અંગે જે વિગતો સામે આવી છે તે મુજબ આ ગેંગવોરની ઘટના રાત્રે એક વાગ્યાની આસપાસ બની હતી. ઢાબા પર બાબા અને હિમાંશુ ભાઉના માણસો સામસામે આવી ગયા હતા. જે બાદ મામલો ફાયરિંગ સુધી પહોંચી ગયો હતો. આ ફાયરિંગની ઘટનામાં 4 લોકોના મોત થઈ ગયા, જેને લઈને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ
આ ફાયરિંગની ઘટનામાં 50 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. ફાયરિંગ કરનાર યુવકો સ્વિફ્ટ કાર લઈને ઢાબા પર આવ્યા હતા. ત્યાર બાદ ઢાબા પર ભોજન કરી રહેલા યુવકો પર અંધાધૂધ ફાયરિંગ કરી દીધું હતું. હાલત એવી થઈ ગઈ હતી કે લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા અને કેટલાક ટેબલ અને ખુરશી નીચે સંતાઈ ગયા હતા.
ફાયરિંગની ઘટના અંગે શું બોલ્યા રોહતક ડીએસપી?
આ ફાયરિંગની ઘટના અંગે માહિતી આપતા રોહતક ડિએસપી ઋષિકાંતે જણાવ્યું કે, કાલે રાત્રે કેટલાક લોકો ઢાબા પર આવ્યા હતા, જ્યા તેમણે ફાયરિંગ કરી દીધુ. જેમા ચાર લોકોએ જીવ ગુમાવ્યો. અમે કેસ નોંધી લીધો છે અને હુમલાખોરોની તપાસ કરવામાં આવી રહી છે. બને તેટલી જલદી આરોપીઓની ઓળખ કરીને તેને પકડી લેવામાં આવશે. હાલમાં કોઈ સીસીટીવી સામે આવ્યા નથી પરંતુ જલદી તેમને પકડી લેવામાં આવશે.
