Tulsi Vivah Wishes, Messages, Images, and Status in Gujarati 2026: હિંદુ ધર્મમાં દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહનું અનેરું મહત્વ રહેલું છે. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને આ પવિત્ર દિવસે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુજીનું સ્વરૂપ) અને માતા તુલસીના વિવાહ કરાવવાની પરંપરા છે. આ વર્ષે તુલસી વિવાહ 20 નવેમ્બર 2026, શુક્રવાર ના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ શુભ દિવસથી તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.
આ પવિત્ર અવસરે તમારા મિત્રો, સગાસંબંધીઓ અને પરિવારજનોને શુભેચ્છા પાઠવવા માટે અમે અહીં તુલસી વિવાહની બેસ્ટ શુભકામનાઓ (Tulsi Vivah 2026 Wishes in Gujarati), મેસેજ, વોટ્સએપ સ્ટેટસ અને શાયરી લાવ્યા છીએ. તમે આ મેસેજ અને ફોટોઝ શેર કરીને સૌને તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી શકો છો.

તુલસી વિવાહની શુભકામનાઓ (Tulsi Vivah Wishes in Gujarati 2026)
પરિવાર માટે તુલસી વિવાહની શુભકામનાઓ (Tulsi Vivah Wishes For Family in Gujarati 2026
"મારા વહાલા પરિવારજનોને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ! માતા તુલસીના આશીર્વાદ આપણા પરિવાર પર સદાય બની રહે."
"ભગવાન શાલિગ્રામ અને માતા તુલસી તમારા જીવનમાં સુખ, શાંતિ અને અપાર ખુશીઓ લાવે. હેપ્પી તુલસી વિવાહ!"
"આપણા આંગણાની તુલસી સદાય લીલીછમ રહે અને પરિવારમાં આનંદ છવાયેલો રહે. તુલસી વિવાહની શુભેચ્છાઓ!"
"દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહના આ પવિત્ર પર્વ પર તમને અને તમારા પરિવારને મારા જય શ્રી કૃષ્ણ."
"તુલસી માતા અને ભગવાન વિષ્ણુની કૃપાથી આપણા બધા જ કષ્ટો દૂર થાય તેવી પ્રાર્થના. શુભ તુલસી વિવાહ!"
"જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, ત્યાં સાક્ષાત લક્ષ્મી-નારાયણનો વાસ હોય છે. હેપ્પી તુલસી વિવાહ!"
"આપણો પરિવાર હંમેશા સંપ અને ખુશીઓથી જોડાયેલો રહે, માતા તુલસીને એ જ પ્રાર્થના."
"તુલસીજીની સુગંધની જેમ તમારું જીવન પણ હંમેશા મહેકતું રહે. હેપ્પી તુલસી વિવાહ મારા વાહાલા પરિવારજનો!"
મિત્રો માટે તુલસી વિવાહ મેસેજ (મિત્રો માટે તુલસી વિવાહની શુભકામનાઓ (Tulsi Vivah Wishes For Friends in Gujarati 2026)
"મારા વાહાલા મિત્રોને તુલસી વિવાહની ખૂબ ખૂબ વધાઈ. પ્રભુ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે."
"દોસ્તો, ચાલો ભક્તિભાવથી માતા તુલસીના વિવાહના ગીતો ગાઈએ અને આ રૂડો અવસર ઉજવીએ."
"ચાતુર્માસ પૂર્ણ થયો અને દેવ જાગ્યા, હવે આપણા જીવનમાં પણ નવા અને શુભ કાર્યોની શરૂઆત થાય."
"મિત્રો, દેવ ઊઠ્યા છે, ચાલો શુભ કાર્યોના શ્રીગણેશ કરીએ. તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ!"
"તુલસીના પાન જેવી પવિત્રતા અને ભગવાન શાલિગ્રામ જેવી શાંતિ તમારા જીવનમાં આવે તેવી મારી પ્રાર્થના."
"આજના આ પવિત્ર દિવસે ભગવાન તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા."
"શ્રી હરિ વિષ્ણુ અને વૃંદાના પવિત્ર મિલનના આ અવસરે મારા તમામ મિત્રોને દિલથી જય શ્રી હરિ!"
તુલસી વિવાહ વોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ (Tulsi Vivah WhatsApp & Facebook Status in Gujarati)
"મંડપ સજાવીએ અને પ્રભુને પધરાવીએ, ચાલો સાથે મળીને તુલસી વિવાહનો ઉત્સવ ઉજવીએ."
"તુલસી વિવાહનો આ રૂડો અવસર આપણા સૌના ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ લઈને આવે. જય તુલસી માતા!"
"પરમાત્મા અને પ્રકૃતિના આ મિલન પર્વ પર તમને અને તમારા પરિવારને મંગલમય શુભેચ્છાઓ."
"ઘર આંગણે તુલસીનો ક્યારો અને દિલમાં પ્રભુનો વાસ, આ જ છે આપણા જીવનનો સાચો અહેસાસ."
"મારા વહાલા સ્વજનોને દેવઉઠી એકાદશી અને પવિત્ર તુલસી વિવાહ ઉત્સવની અનંત શુભેચ્છાઓ!"
