Bhavnagar to Haridwar Train, Fare, Time Table: અત્યારે ગુજરાતની મોટાભાગની સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે મોટાભાગના પરિવારો આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીના મતદાન બાદ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છે. એવામાં આ વખતે ઉનાળું વેકેશનમાં તમે બાળકો સાથે ઉત્તરાખંડના હરિદ્વાર જવાનું વિચારી રહ્યાં હોય તો અહીં અમે તમને મદદરૂપ થાય તેવી માહિતી આપવા જઈ રહ્યાં છે.
હકીકતમાં ગુજરાતના ભાવનગરથી હરિદ્વાર જવા માટે એક સાપ્તાહિક ટ્રેન ઉપલબ્ધ છે. 19271 નંબરની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન દર સોમવારે સૌરાષ્ટ્રના ભાવનગરથી ઉપડીને હરિદ્વાર પહોંચે છે.
હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ભાવનગરથી 1575 અંતર કાપીને હરિદ્વાર પહોંચે છે. પોતાના રુટમાં આ ટ્રેન 35થી વધુ સ્ટેશનો પર ઉભી રહે છે, જે પૈકી ગુજરાતના 8 સ્ટેશનોને પણ કવર કરે છે.
જો સમયની વાત કરવામાં આવે તો, આ ટ્રેન ભાવનગર (BVC)થી 20:20 કલાકે ઉપડે છે અને 3:40 કલાકે હરિદ્વાર (HW) પહોંચાડે છે. આ દરમિયાન ટ્રેન ગુજરાતના ભાવનગર ઉપરાંત સિહોર, ઢોલા, બોટાદ, લીમડી, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ધાનેરા જેવા સ્ટેશને ઉભી રહે છે. જો અમદાવાદના મુસાફરોને આ ટ્રેનમાં હરિદ્વારા પહોંચવું હોય, તો તેમના માટે નજીકનું રેલવે સ્ટેશન વિરમગામ છે. જ્યાં આ ટ્રેન મોડી રાતે 12: 18 કલાકે આવી પહોંચે છે.
હવે જો ટ્રેનમાં કોચની વ્યવસ્થા અને ભાડાની વાત કરીએ તો, આ ટ્રેનમાં 3 જનરલ કૉચ, 9 સ્લીપર કોચ ઉપરાંત 3A, 2A જેવા કોચ હોય છે. જે પૈકી સ્લીપર કોચનું ભાડુ અંદાજે 640 રૂપિયા હોય છે. જ્યારે જનરલ કોચમાં ભાડું 340 રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે 3Aનું ભાડું 1640ની આસપાસ અને 2Aનું ભાડુ 2405 રાખવામાં આવ્યું છે.