GSRTC Bhavnagar To Ambaji Bus, Ticket, Timings: અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે. જો તમે પણ ભાવનગરથી અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમારા માટે ગુજરાત GSRTC એસટીની બસ ક્યારે મળી રહેશે તેની માહિતી લઈને આવ્યા છીએ. ચાલો જાણીએ કેવી રીતે મળશે બસ અને ટિકિટનો ભાવ.
ભાવનગરથી અંબાજી એસટી બસ (Bhavnagar To Ambaji GSRTC Bus)
જો તમે ભાવનગરથી અંબાજી જવા માંગો છો તો તેની કોઈ સીધી બસ ઉપલબ્ધ નથી. તમે રાજકોટ, વડોદરા, ગાંધીનગર, નડિયાદ અથવા અમદાવાદથી અંબાજીની સીધી બસ મેળવી સરળતાથી મેળવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા બસ દ્વારા આ સ્થળોએ પહોંચવાનું રહેશે. આ માટે તમારે એવા સ્થળોની પસંદગી કરવી જોઈએ જ્યાંથી તમને વધુ બસ મળી રહે.
- તમને અમદાવાદથી 47 એસટી બસ અંબાજી જવા માટે મળી રહેશે.
- રાજકોટથી 7 બસ અંબાજી જવા માટે મળી રહેશે.
- ગાંધીનગરથી 7 બસ અંબાજી જવા માટે મળી રહેશે.
- બરોડાથી 20 બસ અંબાજી જવા માટે મળી રહેશે.
- નડિયાદથી 4 બસ અંબાજી જવા માટે મળી રહેશે
અમદાવાદથી તમને સૌથી વધુ અંબાજી જવા માટેની બસ મળી રહેશે. જો તમને રાજકોટ જવા માંગો છો તો ત્યાંથી પણ સરળતાથી પહોંચી શકો છો. GSRTC વેબસાઈટ પર જઈને તમામ ભાડું અને સમય ચકાસી શકશો.
ભાવનગરથી અંબાજી એસટી બસ બુક કરાવવા માટે તમે ઓનલાઈન વેબસાઈટ https://gsrtc.in/site/ પર જઈને ટિકિટ બુક કરાવી શકો છે. સાથે જ GSRTC એપ્લિકેશન પરથી પણ બુક કરી શકો છે. જો કે તમારે પહેલા જ્યાંથી તમે અંબાજીની બસ લેવાના છો એ બસ અને ત્યાંથી અંબાજીની બસ બુકિંગ કરાવાનું રહેશે.