Ahmedabad to Ambaji GSRTC Bus: ગઈકાલે 1 તારીખથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં દિવસે 3.35 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા છે. ત્યારે અમદાવાદથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જવા જતાં લોકો માટે અમે GSRTC બસનો પાક્કો સમય અને ભાડુ વિગતવાર જણાવીએ.
મહત્ત્વનું છે અમદાવાદથી અંબાજી જવા માટે અત્યારે GSRTCની વોલ્વો, એક્સપ્રેસ, સ્લીપર અને ગુર્જરનગરી સહિતની અલગ અલગ રુટની 45થી વધુ બસોની ટ્રિપ છે. જેનું એક વ્યક્તિદિઠ ઓછામાં ઓછું ભાડું 155 રૂપિયા અને વધુમાં વધુ 430 રૂપિયા ભાડુ છે. યાત્રીકો GSRTCની સાઈટ અને એપ્લિકેશન દ્વારા ટિકિટ બૂક કરાવી શકે છે.
અમદાવાદ ગીતા મંદિરથી અંબાજી સુધી બસનો સમય અને ભાડુ




