હેલ્થ ડેસ્ક:
કબજિયાત અને એસિડિટીની સમસ્યા ઘણાં લોકોને હોય છે. બહારનું ભોજન તેમજ ભારે ખોરાક લેવાના કારણે ઘણી વખત કબજિયાતની સમસ્યા વકરી શકે છે. કબજિયાત અને એસિડિટીને મોટાભાગના લોકો ગંભીર ના ગણીને તેને હળવાશથી લે છે, પરંતુ હકીકતમાં આ સમસ્યા ઘણી મોટી છે અને તેના પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે.
જો તમને પણ કબજિયાત રહેતી હોય અને પેટ ઠીકથી સાફ ના થતું હોય, વારંવાર એસિડિટી રહેતી હોય, તો આ માટે અનેક ઘરેલુ નુસખા બતાવવામાં આવે છે. લગભગ દરેક ઘરમાં આ ઘરેલુ નુસખા પેઢીઓથી ચાલતા આવે છે અને તે કારગર પણ છે.

આજે અમે તમને એક એવા શરબત વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે એસિડિટી અને કબજિયાત માટે રામબાણ ઈલાજ છે. આ શરબતને મોટાભાગના લોકો ઘરે જ બનાવે છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં આ શરબત ખૂબ જ ફાયદાકારક મનાય છે.
આ અંગે ડાયટીશિયન રિદ્ધિમા બત્રાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી આપી છે. રિદ્ધિમા બત્રા સર્ટિફાઈડ ડાયાબિટીઝ એજ્યૂકેટર, સ્પોર્ટ્સ ન્યૂટ્રિશનિસ્ટ સ્પેશિયાલિસ્ટ અને ન્યૂટ્રિશન ડિફાઈન્ડની ફાઉન્ડર છે.
- એસિડિટી માટે આ શરબત પીવો
આ શરબતને બનાવવું પણ ઘણું સરળ છે અને તેના અનેક ફાયદા પણ છે. જેને બનાવવા માટે ગુલકંદ, ગુંદ, ચિયા સીડ્સ અને વેજીટેબલ સીડ્સનો ઉપયોગ થાય છે. આ તમામ વસ્તુઓ એસિડિટી અને કૉન્સ્ટિપેશનને દૂર કરવાનું કામ કરે છે. - શું ફાયદા થશે?
› ગુલકંદની તાસીર ઠંડી હોય છે. જેમાં અનેક પોષક તત્ત્વો પણ હોય છે. જે પેટમાં ગુડ બેક્ટેરિયા અને મ્યૂકસને વધારવામાં મદદ કરે છે. જેનાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. જો સવારે પેટ સરળતાથી સાફ ના થતું હોય, તો તમારે આ જરૂર પીવું જોઈએ. જે પેટની એસિડિટી ઓછી કરે છે. આ સાથે એન્ટી એસિડિટી પિલ્સથી શરીરને થતાં નુક્સાનને પણ ઓછું કરે છે.

› ગુંદ ડાઈજેસ્ટિવ સિસ્ટમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વેજીટેબલ સીડ્સમાં પેક્ટિન સહિત અનેક ફાઈબર હોય છે. જે મેટાબૉલિઝમને સુધારવામાં મદદ કરે છે. આ સાથે તે એસિડિટીને પણ ઓછી કરે છે.
- કેવી રીતે બનાવશો?
› સામગ્રી
2 ચમચી વેજીટેબલ સીડ્સ (પલાળેલા)
2 ચમચી ગુંદ (પલાળેલુ)
1 ચમચી ગુલકંદ
200 મિલી લીટર દૂધ - રીત
તમામ વસ્તુઓને મિક્સ કરો.
ઉપરથી કેટલાક નટ્સ નાંખીને તેને ગાર્નિશ કરી શકો છો.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.