Salt Side Effects: શું તમે જાણો છો કે, મોટાભાગના ભારતીયો જરૂરિયાત કરતાં વધારે મીઠું ખાય છે? વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) મુજબ, એક પુખ્ત વ્યક્તિએ દરરોજ 5 ગ્રામથી ઓછું મીઠું (High Salt Consumption) લેવું જોઈએ. જો કે ભારતમાં આ પ્રમાણ શહેરી વિસ્તારોમાં 9.2 ગ્રામ અને ગ્રામીણ વિસ્તારોમાં 5.6 ગ્રામ સુધી પહોંચી રહ્યું છે.
વધુ પડતું મીઠું ખાવાથી ધીમે ધીમે ઘણી બીમારીઓ શરીરને ઘેરી લેવા લાગે છે. આથી વધુ પડતું મીઠું ખાવાથી 'સાયલન્ટ કિલર' સાબિત થઈ શકે છે. હા, વધુ પડતું મીઠું ખાવાથી ઘણી ગંભીર બીમારીઓ (Side Effects of Salt) થવાનું જોખમ રહેલું છે. ચાલો જાણીએ કે વધુ પડતું મીઠું ખાવાથી શું નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો
વધુ પડતું મીઠું ખાવાની હાનિકારક અસરો
હાઈ બ્લડ પ્રેશર: મીઠામાં સોડિયમનું પ્રમાણ વધુ હોવાથી બ્લડ પ્રેશર વધે છે, જે હૃદય પર વધુ દબાણ લાવે છે. લાંબા ગાળા સુધી હાઈપર ટેન્શન રહે તો તેનાથી હાર્ટ એટેક, આર્ટરીઝને નુકસાન તેમજ કિડની ફેઈલ્યોર જેવી સમસ્યા થઈ શકે છે.
હાર્ટ સ્ટ્રોકનો ખતરો: વધું પડતું મીઠું ખાવાથી શરીરના ફ્લૂટ બેલેન્ડ ખોરવાઈ જાય છે, જેના પરિણામે હૃદયને વધારે મહેનત કરવી પડે છે. જે હાર્ટ એટેક કે હાર્ટ સ્ટ્રોકનું કારણ બની શકે છે. ભારતમાં હૃદય રોગના વધતા કેસ પાછળ મીઠાનું વધુ પડતું સેવન એક મુખ્ય કારણ છે.
કિડનીના રોગો: કિડની શરીરમાંથી વધારાનું સોડિયમ ફિલ્ટર કરવાનું કામ કરે છે. વધુ પડતું મીઠું કિડની પર દબાણ વધારે છે, જે ક્રોનિક કિડની રોગનું જોખમ વધારે છે.
પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ
ઘણા લોકો માને છે કે, ઘરે બનાવેલા ખોરાકમાં ઓછું મીઠું નાખીને તેઓ સલામત છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પેકેજ્ડ ફૂડ, ચિપ્સ, નમકીન, ચટણીઓ, બ્રેડ, અથાણાં અને ફાસ્ટ ફૂડમાં ઘણું મીઠું હોય છે. આ 'છુપાયેલું મીઠું' અજાણતાં આપણા શરીરમાં પહોંચી જાય છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
કેવી રીતે બચવું?
હેલ્ધી ઑપ્શન અપનાવો: સાદો ખોરાક ખાવાથી અને તાજા ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારીને મીઠાનું સેવન ઘટાડી શકાય છે.
મીઠાનો વિકલ્પ: સિંધવ મીઠું અર્થાત સિંધાલૂણ, કાળું મીઠું અર્થાત સંચળ તેમજ હર્બલ મસાલાનો ઉપયોગ કરીને સામાન્ય મીઠાનો વપરાશ ઘટાડી શકાય છે.
ભારતમાં વધુ પડતું મીઠાનું સેવન એક સાઈલેન્ટ બીમારીની જેમ ફેલાઈ રહ્યું છે, જે લાખો લોકોને અસર કરી રહ્યું છે. જો સમયસર આની કાળજી લેવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને કિડનીના રોગોના કેસ વધી શકે છે. તેથી, તેને ફક્ત સ્વસ્થ આહાર અને જાગૃતિ દ્વારા જ અટકાવી શકાય છે.