10 Minute Walk Benefits: શું તમે જાણો છો કે, દરરોજ જમ્યા બાદ માત્ર 10 મિનિટ આંટા મારવાથી તમને કેટલો ફાયદો થાય? જમ્યા પછી વૉક કરવાથી તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક ફાયદા મળે છે. જો કે આજના ઈન્ટરનેટ યુગમાં ડેસ્ક કે બેડ પર લોકો જમવા લાગ્યા છે અને જમ્યા પછી પણ તરત જ કામે વળગી જાય છે. આવી વ્યસ્ત લાઈફસ્ટાઈલ વચ્ચે માત્ર 10 મિનિટની વૉક સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ દરરોજ 10 મિનિટ વૉક કરવાથી તમારા સ્વાસ્થ્યને ક્યા-ક્યા ફાયદા મળે છે?
Tawa Type: લોઢી કે કલાડું, શેના પર શેકેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય?
પાચન મજબૂત બનાવે: જમ્યા પછી તરત જ બેસવા કે સૂવાથી ખોરાક વ્યવસ્થિત પચતો નથી. આથી જો તમે જમ્યા પછી આંટા મારો છો, તો તમારા પેટના મસલ્સ એક્ટિવ થાય છે અને ખોરાક સરળતાથી આંતરડામાં આગળ વધે છે. જેના પરિણામે કબજિયાત, ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. આ સાથે જ પાચન તંત્ર પણ મજબૂત બને છે.
બ્લડસુગર લેવલ કંટ્રોલ કરે: જમ્યા બાદ આપણા શરીરમાં બ્લડ સુગરનું લેવલ વધી જાય છે. કાર્બોહાઈડ્રેટથી ભરપુર ખોરાક ખાધા પછી તો ખાસ. આવામાં 10 મિનિટની વૉક મશલ્સને ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. જેના પરિણામે બ્લડસુગર ઝડપથી વધતુ નથી. આ ટાઈપ-2 ડાયાબિટીસથના ખતરાને ઓછો કરવામાં ખૂબ જ અસરકારક નીવડી શકે છે.
વજન કંટ્રોલ કરે: જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો 10 મિનિટ ચાલવાની આદત તમારા માટે અસરકારક સાબિત થશે. જમ્યા પછી આંટા મારવાથી મેટાબૉલિઝ્મ વધે છે અને શરીરમાં જમા એક્સ્ટ્રા કેલેરી બર્ન થાય છે. જે લાંબા ગાળે મોટાપાથી બચાવવામાં મદદ કરવાનો આસાન અને અસરકાર ઉપાય છે.
હાર્ટને હેલ્ધી રાખે: નિયમિત જમ્યા પછી આંટા મારવા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે, જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને કૉલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. જે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે. જેના પરિણામે હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો ટળી જાય છે.
માનસિક તણાવમાં રાહત: જમ્યા બાદ 10 મિનિટની વૉક માનસિક તણાવ અને એંગ્ઝાઈટીને ઓછી કરવામાં મદદ કરે છે. ફ્રેશ હવા અને શાંત વાતાવરણમાં આંટા મારવાથી મગજને પણ આરામ મળે છે અને હેપ્પી હોર્મોન રિલીઝ થાય છે. જેના પરિણામે મૂડ સારો રહે છે અને માનસિક થાક પણ દૂર થાય છે.
ગાઢ ઊંઘ આવે: રાતે જમ્યા બાદ આંટા મારવાથી શરીરને આરામ મળે છે અને માનસિક તણાવ પણ ઓછો થાય છે. જેના પરિણામે રાતે ગાઢ ઊંઘ આવે છે.
વૉક કરતી વખતે આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન 10 Minute Walk Benefits:
- વધારે ફાસ્ટ ના ચાલો: જમ્યા પછી ફાસ્ટ વૉક કે જૉગિંદ નહીં, પરંતુ આરામપૂર્વક ધીમી ગતિએ ચાલવું જોઈએ.
- સમય: જમ્યા બાદ તરત જ નહીં, પરંતુ 10-15 મિનિટ બાદ આંટા મારવાનું શરૂ કરો.
- વધારે વૉક ના કરશો: માત્ર 10 થી 15 મિનિટ સુધીની વૉક પુરતી છે. વધારે વાર સુધી આંટા મારવાથી કે જોર કરવાથી પેટમાં દુખાવો થઈ શકે છે.
- સ્વાસ્થ્ય સમસ્યા: જો તમને પહેલાથી જ સ્વાસ્થ્ય સબંધિત કોઈ ગંભીર સમસ્યા હોય, તો તબીબની સલાહ બાદ જ આ આદત અપનાવવી હિતાવહ રહેશે.