Pani Puri Recipe In Gujarati: સામાન્ય રીતે રોડ પર મળતી પાણપૂરીનો સ્વાદ બધાને દાઢે વળગતો હોય છે. મોટાભાગના લોકો રોડ પર મળતી મસાલેદાર પાણીપૂરી ઘરે બનાવી શકતા નથી. આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે ઘરે કેવી રીતે મસાલેદાર પાણીપૂરી બનાવી શકાય.
પૂરી બનાવવા માટેની સામગ્રી:
સોજી - 1.25 કપ
ઘઉંનો લોટ - 1 કપ
મીઠું - સ્વાદ મુજબ
બેકિંગ પાવડર - 1 ચપટી
પાણી
તળવા માટે તેલ
પાણીપૂરીનું પાણી બનાવવા માટેની સામગ્રી:
કોથમીર - 1 કપ
ફુદીનો - 1 કપ
લીલા મરચા - 5 થી 6
આદુ - 1 નાનો ટુકડો
આમલીનું પાણી - 1 કપ
લીંબુ - 3
કાળું મીઠું - 1 ચમચી
કાળા મરી પાવડર - 1 ચમચી
મીઠું - સ્વાદ માટે
જીરું પાવડર - 1.5 ચમચી
ધાણા પાવડર - 1 ચમચી
સૂકી કેરી પાવડર - 1.5 ચમચી
પાણીપૂરી માટે સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
સફેદ વટાણા - 5 કપ (બાફેલા)
ધાણાજીરૂ-2 ચમચી
લાલ મરચું - 1 ચમચી (છીણેલું)
કાળું મીઠું - 1 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
કોથમીર - 2 ચમચી
પાણીપૂરીની પૂરી બનાવવાની રીત
પાણીપૂરીની પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં સોજી, ઘઉંનો લોટ, મીઠું, બેકિંગ પાવડર લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પછી થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. ભીના મલમલના કપડાથી ઢાંકીને લોટને અડધો કલાક મૂકી દો. આ પછી તવાને ગેસ પર મૂકો. આમાં તેલને ગરમ કરો. હવે પૂરી બનાવી તેને તળી લો.
પાણીપૂરીનું પાણી બનાવવા માટે:
પાણીપૂરીનું પાણી બનાવવા માટે કોથમીર, ફુદીનો, લીલા મરચાં, આદુ, લીંબુનો રસ અને આમલીનું પાણી એકસાથે લઈને મિક્સરમાં નાખો. તેને મિક્સરમાંથી કાઢીને ચાળણી વડે ગાળી લો.
તેમાં જીરું પાઉડર, મીઠું, કાળું મીઠું, સૂકી કેરીનો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તમારા સ્વાદ મુજબ ખટાશ ઉમેરો. તેમાં એક લિટર ઠંડુ પાણી ઉમેરો. હવે તમારી પાણીપૂરીનું પાણી તૈયાર છે.
પાણીપૂરીનો મસાલો બનાવવાની રીત:
ડુંગળીને બારીક કાપો અને કૂકરમાં વટાણામાં થોડું મીઠું નાખો. 3 સીટી વગાડ્યા પછી, કૂકરની ગેસ પરથી ઉતારી લો અને વટાણાને ઠંડા થવા દો.
પાણીપૂરીનો આનંદ માણો:
હવે પૂરી લો અને તેમા વચ્ચે એક નાનું કાણું કરો. તેમાં ડુંગળી નાખીને સ્ટફિંગ કરો. હવે તેમાં પાણી ઉમેરો અને મસાલેદાર પાણીપૂરીનો સ્વાદ માણો.
