અમદાવાદ.
આજકાલ લોકો શાક-રોટલી કરતાં વધારે ચાટ, પાણીપુરી જેવા સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને પાણીપુરી. કારણકે તેને જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. આ સાથે પાણીપુરી માત્ર મહિલાઓની જ નહીં, પરંતુ બાળકોને પણ બહુ પ્રિય હોય છે.
એટલે જ તમે શહેરની કોઈપણ ગલી-મહોલ્લામાં પાણીપુરી વેચનારની લારી કે દુકાન મળી જ રહે છે. ગામડું હોય કે શહેર, તમને દરેક જગ્યાએ પાણીપુરી તો મળી જ રહે. પરંતુ ઘણી મહિલાઓ બજારમાં પાણીપુરી ખાવાની જગ્યાએ ઘરે બનાવવાનું પસંદ કરતી હોય છે.
જો કે તે બહાર જેટલી સ્વાદિષ્ટ નથી બની શકતી અને મેથીની પૂરી બનાવવામાં તો બહુ મુશ્કેલી આવે છે, જેમ કે, પૂરી ફૂલવી નહીં, કે પૂરી પોચી બની જવી વગેરે. એવામાં પૂરીની બધી મજા જ મરી જાય છે. જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આજે અમે તમને કેટલીક એવી સામગ્રી અંગે જણાવશું, જેનાથી તમારી પાણીપુરી એકદમ પરફેક્ટ બની શકે છે.
ગરમ પાણીથી લોટ બાંધો
પાણીપુરીને ક્રિસ્પી બનાવવા માટે હંમેશાં ગરમ પાણીથી જ લોટ બાંધવો જોઈએ, કારણકે ગરમ પાણીથી લોટ બાંધવાથી તે વધારે ફૂલે છે. આ સિવાય તમે ઈનોને લોટમાં નહીં પરંતુ સોજીમાં નાખો અને પછી પાણીપુરીની પૂરી તૈયાર કરો. તમે ઈનોવાળી પાણીપુરી બનાવતી વખતે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, કારણકે ઘીનો ઉપયોગ કરવાથી પૂરી વધારે પડતી કડક નહીં બને, જેને તમે સરળતાથી સ્ટોર પણ કરી શકો છો.

કસ્તૂરી મેથી પાવડરનો ઉપયોગ કરો
ઘણીવાર મેથીનાં પાન કે દાણાના કારણે પૂરી ફાટી જાય છે. જેના કારણે પૂરીમાં તેલ તો ભરાઈ જ જાય છે, સાથે-સાથે તે ફૂલતી પણ નથી. એટલે જ, યોગ્ય એ જ રહેશે કે, તમે લોટમાં કસૂરી મેથીને દળીને જ નાખો. મેથીના દાણાથી પૂરીનો સ્વાદ બમણો થઈ જશે અને તમને એક અલગ જ ફ્લેવર પણ મળશે.
બેકિંગ સોડાનો કરો ઉપયોગ
તમે મેથીની પાણીપુરીના લોટમાં બેકિંગ સોડા મિક્સ કરી શકો છો, કારણકે તેમાં સોડિયમ બાઈકાર્બોનેટની માત્રા વધારે હોય છે, જે સંપૂર્ણ રીતે ફૂલાવવાનું કામ કરે છે, સાથે-સાથે તમારી પૂરી ક્રિસ્પી પણ બનશે, આ માટે દળેલી કસૂરી મેથીની સાથે બેકિંગ પાવડરનો ઉપયોગ કરો.

અન્ય ટિપ્સ
- પાણીપુરીના લોટમાં કસ્તુરી મેથીનો ઉપયોગ કરો.
- પાણીપુરીને ફૂલાવવા માટે તમે ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો.
- જો તમે ઈચ્છતા હોવ કે તમારી પૂરી ક્રિસ્પી બનવાની સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બને તો તેમાં અજમાનો ઉપયોગ પણ કરો.
- મેથીનો ઉપયોગ વધારે ન કરવો, કારણકે તેનાથી તમારી પાણીપુરીમાં કડવાશ પણ આવી શકે છે.
આ ટ્રિક્સ વડે તમે ઘરે જ બજાર જેવી મેથીની પાણીપુરી બનાવી શકો છો. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તેને શેર ચોક્કસથી કરો.
Image Credit- (@Freepik)
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
