Kathiyawadi Bhajiya Recipe: ભાઈ ભજીયાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાય શિયાળો હોય અને કાઠિયાવાડી ભજીયાની વાત આવે તો પુછવુંજ શું. શિળાયામાં તાજી મેથી, લીલું લસણ અને લીલી ડુંગળી મોટા પ્રમાણ મળે છે, શાકમાર્કેટમાં આ વસ્તુઓ જોઈને જ ભજીયા ખાવાનું મન થઈ જાય છે. તો ચાલો ગુજરાતી જાગરણ આજે તમને કાઠિયાવાડી ભજીયાની મજા કરાવશે.
કાઠિયાવાડી ભજીયા- કાઠિયાવાડી ગોટા બનાવવા માટે સામગ્રી
વ્યક્તિઓ પ્રમાણે તમે વસ્તુઓની માપ લઈ શકો છે. સામગ્રી શું જોઈએ તેની જ વાત કરીએ છીએ.
- ચણાનો લોટ,
- મેથી કાપેલી,
- કોથમરી કાપેલી,
- લસણ કાપેલું, લીલું લસણ ન હોય તો શુકું પણ લઈ શકો છો.
- ડુંગળી સમારેલી,
- નાનું બકાટું બારિક કાપેલું,
- લીલું મરચું સમારેલું,
- આદુ પેસ્ટ,
- લીંબુનો રસ,
- તળવા માટે તેલ,
- મીઠું,
- પાણી,
- અજમો,
- હિંગ,
- ભજીયાનો સોડા,
- ગરમ મસાલો,
- કાળા મરી
તમે તેને વિવિધ ચટણી સાથે પણ ખાઈ શકો છો જેની રેસિપી અહીં છે, ક્લિક કરો
કાઠિયાવાડી ભજીયા બનાવવાની રીત
- ચણાનો લોટ લો અને તેમા જરુર મુજબ પાણી ઉમેરી ભજીયા માટે લોટ તૈયાર કરો. બરાબર પાણી મિક્સ થયા પછી તેમા ઉપરની તમામ વસ્તુઓ ઉમેરો, પછી ત્રણ મિનિટ સુધી તેને મિક્સ કરો.
- પછી કડાઈમાં તેલ ગરમ કરો.
- તેલ બરાબર ગરમ થયા પછી તેમા ભજીયા પાડો અને ચડી ગયા પછી બહરા કાઢી સર્વ કરો.
- તમે તેને ચટણી, સોસ, દહી સાથે ખાઈ શકો છો.
- સાથે સમારેલી ડુંગળી પણ ખાઈ શકો છો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.