Atta Halwa Recipe: ઘઉંના લોટનો શીરો બનાવવાની સૌથી સરળ રીત, નોટ કરી લો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 12 Jun 2024 09:30 PM (IST)Updated: Thu 13 Jun 2024 09:00 AM (IST)
how-to-make-atta-halwa-recipe-345687

Wheat Halwa Recipe: ઘઉંના લોટનો શીરો ઘણા લોકોને ભાવતો હોય છે. બાળકોને ખાસ કરીને આ વાનગી ખુબ ભાવતી હોય છે. આજે ગુજરાતી જાગરણ તમને ઘઉંના લોટનો શીરો કેવી રીતે બનાવવો તેની રેસીપી જણાવશે.

ઘઉંના લોટનો શીરો બનાવવાની સામગ્રી

  • ઘી
  • કરકરો ઘઉંનો લોટ
  • ખાંડ
  • પાણી

ઘઉંના લોટનો શીરો બનાવવાની રીત

  • સ્ટેપ- 1 : સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ઉમેરીને ગરમ કરો.
  • સ્ટેપ-2: હવે તેમાં ઘઉંનો કરકરો લોટ નાખીને સતત હલાવતા રહો જેથી ગઠ્ઠો ન બને.
  • સ્ટેપ- 3: લોટને ધીમી આંચ પર જ્યાં સુધી તે બિસ્કીટ જેવા રંગનો ન થાય ત્યાં સુધી શેકી લો.
  • સ્ટેપ- 4: હવે તેમાં ખાંડ અને પાણી ઉમેરી પછી મધ્યમ આંચ પર હલવતા રહીને પકાવો. ઘઉંના લોટનો શીરો કે હલવો તૈયાર છે.