Moringa Chutney Recipe: આયુર્વેદમાં સરગવાને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. જેના પાનથી બનેલી ચટણી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ શરીરને પણ ભરપુર એનર્જી પુરી પાડે છે. સરગવામાં આયરન, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જેના પરિણામે આપણે અનેક ગંભીર બીમારીઓથી બચી શકીએ છીએ.
જો તમે રોટલી કે ભાત સાથે ટામેટા અને કોથમીરની ચટણી બનાવીને ખાધી હોય અને કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો આજે અમે આપને સરગવાના પાનથી બનેલી ટેસ્ટી ચટણીની રેસિપી વિશે જણાવીશું…
સરગવાના પાનની ચટણી બનાવવા માટેની સામગ્રી (How To Make Moringa Chutney)
- સરગવાના પાન - 1 કપ
- મિક્સ્ચરમાં ક્રશ કરેલું નારિયેળ- અડધો કપ
- લીલા મરચા- 3 થી 4
- આદુ- એક નાનો ટૂકડો
- લસણ- બે-ત્રણ કળી
- મીઠું- સ્વાદ પ્રમાણે
- પાણી- જરૂરિયાત મુજબ
- વઘાર માટે: એક મોટો ચમચો તેલ, અડધી ચમચી રાઈ, બે સૂકા લાલ મરચા અને 6 થી 7 મીઠા લીમડાના પાન
સ્વાદિષ્ટ ચટણી બનાવવાની સરળ રીત (Moringa Chutney Recipe In Gujarati)
- સૌ પ્રથમ સરગવાના પાનને સારી રીતે ધોઈને નવશેકા પાણીમાં ઉકાળીને ઠંડા થવા દો
- હવે મિક્સ્ચરમાં સરગવાના પાન, નારિયેળ, લીલા મરચા, લસણ, આદુ, આંબલી અને મીઠું નાંખી ક્રશ કરી દો
- હવે જરૂર જણાય તો થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી દો
- જે બાદ એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. જેમાં રાઈ, સૂકા લાલ મરચા અને મીઠો લીમડો નાંખીને વઘાર કરો
- હવે આ વઘારને ચટણી ઉપર નાંખીને બરાબર હલાવી દો
- આમ તૈયાર છે તમારી હેલ્ધી અને ટેસ્ટી સરગવાના પાનની ચટણી