Nvidia CEO Jensen Huang:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એનવીડિયાના CEO જેનસન હુઆંગ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે અને તેમને અમેરિકાની સુરક્ષા માટે જોખમરૂપ નહીં હોવાનું કહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે એનવીડિયા ચોક્કસપણે અમેરિકાના નિકાસ સંબંધિત નિયમોનું પાલન કરશે. આ અગાઉ એનવીડિયાના બે કસ્ટમર મેગાસ્પીડ ઈન્ટરનેશનલ અને સુપર માઈક્રો કોમ્પ્યુટર સામે ચાલી રહેલી તપાસના આધારે એવું જણાવવામાં આવેલું કે હુઆંગ દ્વારા અમેરિકાના કોઈ જ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેવું માલુમ પડ્યું નથી. એટલે કે પરોક્ષ રીતે હુઆંગને આ તપાસમાં નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે.
ટેકનોલોજી ચીનને ઉપલબ્ધ કરાવેલ હોવાના કોઈ પુરાવા મળ્યા નહીં
આ અગાઉ ચીનને અત્યાધુનિક સેમીકન્ડક્ટર ચિપ્સની ગુપ્તપણે મોકલવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ જે તપાસ હાથ ધરવામાં આવેલી તેમાં હુઆંગ ચીનના એજન્ટ તરીકે કામ કરતા હતા અથવા તો તેમણે જાણી જોઈને ગુપ્ત માહિતી અને ટેકનોલોજી ચીનને ઉપલબ્ધ કરાવેલ હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા.
ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધ હોવાના આરોપ
અહેવાલોમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ મેગાસ્પીડની ભૂતપૂર્વ ઓફિસર એલિસ હુઆંગ અંગે માહિતી એકત્રિત કરી હતી અને તે ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધ હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.બીજીબાજુ અમેરિકાના અધિકારીઓને એવા કોઈ જ પૂરાવા મળ્યા નથી કે જેમાં એ બાબત સાબિત થાય કે ચીનની સરકાર ટેકનોલોજી કંપનીની અધિકારી એલિસ હુઆંગને એનવીડિયાના CEO જેનસન હુઆંગને જાસૂસી કરવા માટે આદેશ આપ્યા હોય.
અત્રે ઉલ્લેખનીય છે કે જેનસન હુઆંગે પદ પરથી રાજીનામું આપ્યા બાદ એનવીડિયાએ તેમને ફરી વખત કંપનીમાં પરત લઈ લીધા હતા અને જેનસને કર્મચારીઓને સંબોધન કરતાં માફી પણ માંગી હતી.
