Nvidia CEO Jensen Huang:એનવીડિયા કેસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને કંપનીના જેનસેન હુઆંગે ફરી એક વખત મહત્વનું નિવેદન કરીને ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે હું કંપનીના કર્મચારીઓની માફી માંગુ છે. મારા દ્વારા કેટલીક ગંભીર ભૂલો કરવામાં આવી છે અને થેરાપી લઈ રહ્યો છે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાણ હેઠળ તેમને બોર્ડમાં પરત લેવામાં આવ્યા હોવાના દાવાને પણ નકારી દીધા છે.
કર્મચારીઓને સંબોધિને કહી આ વાત
દરમિયાન કંપનીના હેડક્વાર્ટર ખાતે ચાલેલી એક ઓલ-હેન્ડ્સની બેઠક દરમિયાન હુઆંગે કર્મચારીઓને સંબોધતા કહ્યું કે તેમણે એવી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે કે જેમાં તેમણે પોતાને મદદ કરી હતી અને તેનો અસ્વીકાર્ય કર્યો છે.
વાદ-વિવાદની સ્થિતિમાં રાજીનામું આપેલું
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 12મી નવેમ્બરના રોજ હુઆંગે લગ્નેત્તર સંબંધોને લઈ વાદવિવાદની સ્થિતિને લીધે તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ કંપની અને હુઆંગ સતત ચર્ચામાં આવી ગયા હતા અને એનવીડિયા તથા AI કંપનીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બીજીબાજુ હુઆંગ પરત આવતાની સાથે જ સોમવારે શેરની કિંમતોમાં આશરે 30 ટકાની રિકવરી જોવા મળી હતી. અલબત કંપનીના શેરોમાં સતત ભારે અફરા-તફરીની સ્થિતિ જોવા મળી રહી છે.
વ્યાપક પ્રમાણમાં તપાસ થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે એનવીડિયા અને હુઆંગ અંગે વ્યાપક પ્રમાણમાં તપાસ કરવામાં આવી રહી છે. તેમની સામે એનવીડિયા પ્રોસેસર ચીન મોકલવાના આરોપ છે. તેમણે 1 ડિસેમ્બરના રોજ ત્રણ સભ્યોની બનેલી સમિતિ સામે બંધ બારણે બેઠક યોજાઈ હતી તથા 3 ડિસેમ્બરના રોજ સેનેટ સમિતિ સમક્ષ સુનાવણીમાં પણ તેઓ રજૂ થયા હતા. આ અગાઉ જેનસેને તેમના પત્નીની પણ માફી માંગી હતી.
