Nvidia CEO Jensen Huang: પોતાના અફેરને કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા Nvidia ના સીઈઓ જેન્સન હુઆંગે કર્મચારીઓની માફી માગી છે. તેમણે કહ્યું કે, મે કેટલીક ભયંકર ભૂલો કરી અને હવે હું થેરાપી લઈ રહ્યો છું. આ ઉપરાંત તેમણે તેમની પત્ની અને બાળકોની પણ માફી માગી.
હુઆંગે કર્મચારીઓ સાથે મોકળા મને વાતચીત કરી
Nvidia માં વાપસી કરતા સીઈઓ જેન્સન હુઆંગે કર્મચારીઓ સાથે મોકળા મને વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની ભૂલો સ્વિકારતા પોતાની પત્ની અને કર્મચારીઓની પણ માફી માગી. સાથે તેમણે 90 મિનિટની થેરાપી અને પોતાના વારસદાર અંગે પણ નિવેદન આપ્યું. આ ચર્ચા દરમિયાન તેમણે અનેક ખુલાસા કર્યા છે.
90 મિનિટની થેરાપી લઈ રહ્યા છે હુઆંગ
હુઆંગે પોતાની પર્સનલ લાઈફ અંગે ચર્ચા કરતા કહ્યું કે, હાલમાં બનેલી વિવિધ ઘટનાઓ બાદ તેઓ રોજ 90 મિનિટની થેરાપી લઈ રહ્યા છે. તેમણે એ વાતનો સ્વિકાર કર્યો કે, કંપનીની ગાઈડલાઈનવનું ઉલ્લંઘન કરવું કોઈપણ સ્થિતિમાં સ્વિકાર્ય નથી. કારણ કે, આ ગાઈડલાઈનના કેટલાક નિયમો તો પોતે જ બનાવેલા છે. તેમ છતા હું તેનું અનુકરણ ન કરી શક્યો તેમણે એ વાતનો પણ સ્વિકાર કર્યો કે, તેમના વર્તનને કારણે જ કંપનીએ પોતાના ભવિષ્યને લઈને વિચાર કરવો પડ્યો.જેના કારણે મારે રાજીનામું પણ આપવું પડ્યું. જો કે,તેમણે એ વાતની પણ સ્પષ્ટતા કરી કે કંપનીમાં તેમની વાપસી કોઈ સરકારની લાગવગથી નથી થઈ ન તો તેઓ કાયદાથી ઉપર છે.
પોતાના અફેર અંગેની વાત સ્વીકારી
તેમણે પોતાની પત્નીની માફી માગતા કહ્યું કે, હા મે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો અને બાળકોને પણ તકલીફ આપી. તેમણે આ વાતનો પણ સ્વીકાર કર્યો તે આ વાતચીત તેમના જીવનકાળની સૌથી મુશ્કેલ વાતચીત માની એક છે.
તમને જણાવી દઈએ કે, 16 નવેમ્બરના રોજ હુઆંગે ચીની મહિલા સાથેના અફેરને કારણે કંપનીમાંથી રાજીનામું આપી દીધુ હતું. જેના કારણે તેમની સાથે સંબંધીત કંપનીના શેરમાં કડાકો બોલ્યો હતો. જોકે, સોમવારે જેવી જાહેરાત કરવામાં આવી કે હુઆંગ ફરીથી એનવીડિયા જોઈન કરી રહ્યા છે ત્યારે કંપનીના શેરમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો. જોકે મંગળવારે થોડો ઘટાડો પણ આવ્યો છે.
