America Storm: અમેરિકામાં ભયાનક તોફાને મચાવી તબાહી, 9 લાખ ઘરોમાં છવાયો અંધારપટ

America Storm: અમેરિકામાં થેંક્સગિવિંગ ડે પર આવેલા ભયાનક તોફાને 9 લાખ ઘરોમાં વીજળી ગુલ કરી. આ તોફાનથી 1800 ફ્લાઈટ્સ ડિલે થઈ અને ન્યૂ જર્સીમાં ઇમરજન્સી જાહેર કરાઈ.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Fri, 27 Nov 2026 08:03 AM (IST)Updated: Fri, 27 Nov 2026 08:03 AM (IST)
power-was-cut-off-in-9-lakhs-homes-in-america-due-to-a-storm
દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા

America Storm: અમેરિકા 'થેંક્સગિવિંગ ડે' ના અવસરે રજાઓના માહોલ વચ્ચે આવેલા ભયાનક તોફાને તબાહી મચાવી દીધી છે. સૌથી વધારે અસર ફ્લાઈટના આવાગમન અને વીજળી પર પડી છે. 1800 ફ્લાઈટ ડિલે થઈ છે અને લાખો ઘરોમાં અંધારપટ છવાયો છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. ભારે પવન, ધોધમાર વરસાદ અને પૂરને કારણે લાખો લોકો પરેશાન થયા છે અને કેટલાય લોકોની ટ્રીપ કેન્સલ થઈ છે.

9 લાખ ઘરોમાં વીજળી ગૂલ

ફ્લાઈટ ટ્રેકીંગ ડેટા મુજબ શુક્રવારે સવારે 417 ફ્લાઈટ કેન્સલ કરી દેવાામાં આવી છે. આ ઉપરાંત અંદાજે 1800 ફ્લાઈટમાં મોડી ઉડશે. આ તોફાનના કારણે સૌથી વધુ અસર ન્યૂયોર્ક અને વોશિગ્ટન એરપોર્ટ પર થઈ છે. તો બીજી તરફ ભારે તોફાનને કારણે 9 લાખ ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. સૌથી વધુ અસર મધ્ય- પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં થઈ છે.

જો આપણે વિસ્તાર પ્રમાણે આંકડા પર નજર કરીએ તો., પેંસિલ્વેનિયામાં 2.12 લાખથી વધુ, વર્જીનિયામાં 1.5 લાખથી વધુ અને મિસુરીમાં અંદાજે 1.2 લાખ ઘરોમાં વીજળી જતી રહી છે. આ ઉપરાંત હજારો વેપારી યુનિટમાં પણ
અંધારપટ છવાયો છે.

112 કિમીની ઝડપે ફૂંકાયો પવન

પૂર્વી કિનારે 112 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં વીજળીના થાંભલા ઉખડી ગયા હતા. હવામાન વિભાગે આ તોફાને ઈતિહાસનું સૌથી મોટું થૈંક્સગિવિંગ તોફાન ગણાવ્યું હતું. મોટા પ્રમાણમાં ફ્લાઈટ રદ થતા હજારો લોકો એરપોર્ટ પર જ ફસાઈ ગયા હતા.

ન્યૂ જર્સીના ગવર્નરે ઈમરજન્સીની જાહેરાત કરી

તો બીજી તરફ ખરાબ હવામાનને કારણે ન્યૂ યોર્ક શહેરના પ્રખ્યાત 'મેસીઝ થેંક્સગિવિંગ ડે પરેડ'નું 100 મું આયોજન સ્થગીત કરવું પડ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે ખરાબ હવામાન પરિસ્થિતિઓને કારણે આ વાર્ષિક પરેડની તારીખ બદલવી પડી છે. તો બીજી તરફ ન્યૂ જર્સીના ગવર્નરે ઈમરજન્સીની જાહેરાત કરી છે. આ ઉપરાંત ન્યૂયોર્ક શહેરના કેટલાક વિસ્તારોમાં પણ ઈમરજન્સી જેવી સ્થિતિ બનેલી છે.

કિનારા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા

ભારે વરસાદ અને પવનના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી હતી તો બીજી તરફ દરિયામાં ઉંચા મોજા ઉછળતા કિનારા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા રહેલી છે. કેલિફોર્નિયા સહિત અનેક રાજ્યોમાં પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.