Afghanistan: અફઘાનિસ્તાનમાં સ્કૂલ પાસે બ્લાસ્ટ, 7 લોકોના મોત, 97 ઘાયલ

અફઘાનિસ્તાનના પૂર્વી કુનાર વિસ્તારમાં શનિવારે એક સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા અને 97 ઘાયલ થયા. આ વિસ્ફોટ કુનાર-નૂરિસ્તાન હાઈવે પર ખાણકામ માટે તૈયાર કરાયેલા વિસ્ફોટક સામગ્રીમાં થયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 28 Nov 2026 03:44 PM (IST)Updated: Sat, 28 Nov 2026 03:44 PM (IST)
blast-near-a-school-in-afghanistan-7-people-killed-97-injured
સવારે 10 વાગ્યે થયો હતો વિસ્ફોટ

Afghanistan News: અફઘાનિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અહીંના પૂર્વી કુનાર વિસ્તારનાં શનિવારના રોજ એક સ્કૂલ પાસે મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 7 લોકોના મોત થયા છે અને 97 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

સવારે 10 વાગ્યે થયો હતો વિસ્ફોટ

આ ઘડાકા અંગે માહિતી આપતા ડિરેક્ટર ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કલ્ચર સમીઉલ હકે જણાવ્યું કે, કુનાર હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અસદાબાદમાં શાગી મિડિલ સ્કૂલની પાસે એક ઘરમાં ધમાકો થતા 7 લોકોના મોત થયા છે અને 97 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ સવારે 10 વાગ્યે થયો હતો.

કેવી રીતે થયો ધડાકો?

મીડિયા સાથે વાત કરતા હકે કહ્યું કે, જે લોકોને આ બ્લાસ્ટમાં નજીવી ઈજા થઈ છે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, કુનાર-નૂરિસ્તાન હાઈવે પર ચાલી રહેલા ખાણ કામ અને ખડકો હટાવવા માટે જે વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે તેમાં બ્લાસ્ટ થઈ ગયો અને 7 લોકોના મોત થઈ ગયા. આ બ્લાસ્ટ શાગી મિડિલ સ્કૂલની પાસે આવેલા એક ઘરમાં થયો છે.

ઓગસ્ટ મહિનામાં પણ થયો હતો બ્લાસ્ટ

તમને જણાવી દઈએ કે, આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ બ્લાસ્ટ થયો હતો. 17 ઓગસ્ટના રોજ એક પ્રાઈલેટ સ્કૂલમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે બાળકો શાળાએથી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. આ બ્લાસ્ટમાં 40 થી વધુ બાળકો ઘાયલ થયા હતા,

તાલિબાનના રાજમાં પણ વિસ્ફોટ

નોંધનિય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા પછી પણ બોમ્બ ધડાકા અને આતંકી હુમલા થતા રહે છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં આ પહેલા વિસ્ફોટોના બનાવો સામે આવી ચૂક્યા છે. જેમાં સામાન્ય લોકોથી લઈને સેનાના જવાનોને નિશાન બનાવામાં આવ્યા હતા. સ્કૂલ, ધાર્મિક સ્થળો અને કેટલાક જાહેર સ્થળોએ પણ હુમલા થઈ ચૂક્યા છે.