આ દેશની શાળાઓમાં બુરખા પર પ્રતિબંધ, ક્લાસરુમમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત, વિપક્ષનો વિરોધ

Italy: ઇટાલી સરકારે શાળાઓમાં બુરખા પર પ્રતિબંધ મૂક્યો છે અને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 30% સુધી મર્યાદિત કરી છે. આ નિર્ણયોનો ઉદ્દેશ્ય શિક્ષણ સુધારવાનો છે, જોકે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 28 Nov 2026 09:42 AM (IST)Updated: Sat, 28 Nov 2026 09:42 AM (IST)
ban-imposed-on-wearing-the-burqas-and-niqabs-in-italian-schools
પ્રતિકાત્મક તસવીર

Italy: ઇટાલી સરકારના એક નિર્ણયની આજે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. હકિકતમાં ઇટાલી સરકારે આદેશ આપ્યો છે કે, હવેથી કોઈ પણ વિદ્યાર્થિની સ્કૂલોમાં બુરખો પહેરીને નહીં આવી શકે. આ નિર્ણય શિક્ષણમાં સુધારો કરવાના ઉદેશ્યથી લેવામાં આવ્યો હોવાની સરકારે વાત કરી છે. આ ઉપરાંત એક ક્લાસરુમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ સિમિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સરકારના આ નિર્ણયની વિપક્ષે ઝાટકણી કાઢી છે.

આ નિર્ણયને મતદાનમાં મળી બહુમતી

શિક્ષણમાં સુધારાને નામે કરવામાં આવેલા આ સુધારાને ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ (નીચલુ ગૃહ) માં 142 મતો મળ્યા હતા જ્યારે 112 મતો વિરોધમાં પડ્યા હતા. આ ઉપરાંત ચાર સભ્યોએ મતદાન કરવા સાથે મંજૂરી આપી હતી. આ નિર્ણય બાદ સમગ્ર ઇટાલીમાં લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક વિરોધમાં છે તો કેટલાક તેનું સમર્થન કરી રહ્યા છે.

ઇટાલીએ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પણ મહત્વનો નિર્ણય લીધો

બુરખા ઉપરાંત ઇટાલીની સંસદે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે સંસદે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એક નવા કાયદાને મંજૂરી આપી છે. આ કાયદા અંતર્ગત હવેથી ઇટાલીની શાળાઓમાં પ્રથમ વર્ષના ક્લાસરુમમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધુમાં વદુ 30 ટકા સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે વિપક્ષ આ નિર્ણયોને ભેદભાવપૂર્ણ ગણાવી રહ્યું છે.

ભાષાને લઈને છૂટછાટ આપવામાં આવી છે

એટલું જ નહીં , આ નિયમમાં ભાષાને લઈને છૂટછાટ પણ રાખવામાં આવી છે. જેમાં જે વિદેશી વિદ્યાર્થીઓને ઇટાલિયન ભાષાનું સારું જ્ઞાન હશે, તેમને 30 ટકાની મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. એટલે કે ભાષા પર સારી પકડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ક્લાસરુમમાં પ્રવેશ મેળવવાનો માર્ગ અલગ રહેશે. આથી હવે જો તમે પણ ઇટાલીમાં ભણવા જવાનું વિચારો છો તો તમારે ઇટાલિયન ભાષા પર પ્રભુત્વ મેળવવું જરુરી છે.

નવા નિયમમાં શું શું પ્રાવધાન છે?

આ નવા નિયમ અંગે વાત કરીએ તો હવેથી, મુસ્લીમ વિદ્યાર્થિનીઓ શાળાએ આવે ત્યારે ક્લાસરુમમાં બુરખો કે નકાબ નહીં પહેરી શકે. જોકે, 30 વિદેશી વિદ્યાર્થીની સંખ્યાનો જે કાયદો છે તેમાં જે લોકોને પહેલાથી જ ઈટાલિયન ભાષા સારી રીતે આવડે છે તેને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમને જણાવી દઈએ કે, આ કાયદા અંગે પ્રધાનમંત્રી મેલોનીએ પહેલા જ જાહેરાત કરી હતી કે તેઓ બુરખા પર પ્રતિબંધ મુકશે.