Spain Boat Accident: સ્પેનમાં એક મોટી દૂર્ઘટના સામે આવી છે. જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. સામે આવેલી વિગતો અનુસાર સ્પેનના કેનેરી ટાપુઓ પાસે એક હોડી દૂર્ઘટનાનો શિકાર બની હતી જેમાં 100 લોકો સવાર હોવાની વાત સામે આવી છે. હાલમાં 14 લોકોના મૃતદેહ મળ્યા છે. આ ઉપરાંત 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત એક બાળક સહિત 84 લોકોને લા રેસ્ટિંગ કિનારે સુરક્ષિત રાખવામા આવ્યા છે.
ઘાયલ લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
આ ઘટના અંગે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બોટ એલ હિએરો ટાપુથી 39થી સમુદ્રી માઈલ દક્ષિણમાં જોવા મળી હતી અને તેને એસ્ટાકા બંદર તરફ ખેંચીને લઈ જવામાં આવી રહી છે. હાલમાં ઘાયલ લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
નોંધનિય છે કે, આ દૂર્ઘટના એટલાન્ટિક સમુદ્રી માર્ગે મુસાફરી કરવામાં કેટલું જોખમ છે તે ઉજાગર કરે છે. તમને જણાવી દઈએ કે, આ માર્ગ વિશ્વના સૌથી ખતરનાક માર્ગો પૈકીનો એક છે. હાલમાં બનેલી એક દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કેનેરી ટાપુઓના સ્થાનિક નેતા ફર્નાન્ડો ક્લાવિજોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આ નવી દુર્ઘટના સામે હું ઊંડા શોક અને લાચારીની લાગણી અનુભવું છું.
સ્પેનમાં સ્થળાંતર બની રહ્યો છે મોટો મુદ્દો
તમને જણાવી દઈએ કે, આ દૂર્ઘટના એવા સમયે બની છે જ્યારે સ્પેનમાં સ્થળાંતરનો મુદ્દો ચૂંટણીમાં ખુબ ગુંજી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ પીએમ પેડ્રો સાંચેજની સરકાર સામે આરોપ લગાવી રહી છે કે તેઓ સ્પેનની સરહદને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. એટલું જ નહીં તેમની ઉદાર પ્રવાસન પોલિસી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. આ ઉપરાંત સરકાર પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે, દરિયામાં કોઈનો દૂર્ઘટનામાં જીવ જવો એ બતાવે છે કે તેઓ બેજવાબદાર રીતે સાશન ચલાવી રહ્યા છે. હાલમાં સ્પેનમાં એક વ્યવસ્થિત નીતિની જરુર છે જે દેશને યોગ્ય દિશા આપી શકે.
કેનેરી ટાપુમાં પર સતત વધી રહ્યો છે પ્રવાસીઓનો ધસારો
નોંધવનિય છે કે, ઓક્ટોબર મહિનાથી કેનેરી આઇલેન્ડ પર આવતા વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. 25 નવેમ્બરે તો અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા અને એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2100 પ્રવાસીઓ અહીં આવ્યા હતા. મળેસી માહિતી પ્રમાણે આ પ્રવાસીઓ મોટાભાગના લોકોતો ફક્ત 11000 ની આસપાસ વસ્તી ધરાવતા નાનએવા એલ હિએરો ટાપુ પર ઉતર્યા છે. આના પરથી અંદાજો લગાવી શકો છો કે આ સ્થળ પ્રવાસીઓ માટે કેટલું મહત્વનું છે.
માહિતી આપતા સ્પેન સરકારના મંત્રાવલે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરીથી 15 નવેમ્બરની વચ્ચે 24364 ટૂરિસ્ટોએ કેનેરી ટાપુની મુલાકાત લીધી હતી. જ્યારે 2025 માં આ આંકડો માત્ર 14690 હતો. નવેમ્બર છેલ્લા અઠવાડીયામાં પ્રવાસીઓને ધસારો સતત વધી રહ્યો છે.
ફર્નાડો ક્લાવિજોએ કડક કાર્યવાહી કરવા માગ કરી
તો બીજી તરફ કેનરી આઈલેન્ડના સ્થાનિક નેતા ફર્નાડો ક્લાવિજોએ આરોપ લગાવતા કહ્યું કે, સ્પેન સરકાર અને યુરોપિયન કમિશનને આ દૂર્ઘટના અંગે કોઈ ઠોસ પગલાં ભરવા જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું કે, આ માનવીય સંકટના મૂળ એલ હિએરો ટાપુમાં નહીં, પરંતુ સેનેગલ અને ગામ્બિયાના દરિયાકાંઠે આવેલા છે, તેથી ત્યાંની સ્થાનિક સરકારોએ જ હવે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આવનારા સમયમાં આવી કોઈ દૂર્ઘટના ન બને.
