તાપી જિલ્લામાં સાર્વત્રિક અનરાધાર વરસાદઃ વાલોદમાં 2 કલાકમાં સવા બે ઈંચ સાથે 4 ઈંચથી વધુ વરસાદ, વ્યારામાં દોઢ ઈંચ ધોધમાર ખાબક્યો

આજે સવારથી રાજ્યના 216 તાલુકામાં નોંધપાત્ર વરસાદ.જે પૈકી 81 તાલુકામાં 1 ઈંચથી વધુ, 29 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 13 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 07 Sep 2025 05:21 PM (IST)Updated: Sun 07 Sep 2025 05:21 PM (IST)
tapi-news-216-taluka-gets-rain-across-the-gujarat-till-4-pm-on-7th-september-599025
HIGHLIGHTS
  • છેલ્લા 2 કલાકમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો
  • બનાસકાંઠાના સૂઈગામમાં સૌથી વધુ 10.4 ઈંચ ધોધમાર ખાબક્યો

Tapi | Gujarat Rain Data: હવામાન વિભાગ દ્વારા આજે પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પૈકી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એવામાં ગઈકાલથી મેઘરાજા ઉત્તર ગુજરાત પર ઓળઘોળ થઈ રહ્યા હોય, તેમ અવિરત વરસી રહ્યા છે. આ સાથે જ તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

જો બપોરે 2 થી 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો, આ 2 કલાક દરમિયાન રાજ્યના 107 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં સૌથી વધુ 59 મિ.મી (2.3 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય બનાસકાંઠાના સૂઈગામમાં 55 મિ.મી (2.17 ઈંચ), સુરતના મહુવામાં 40 મિ.મી (1.57 ઈંચ), તાપીના વ્યારામાં 39 મિ.મી (1.54 ઈંચ),નવસારીના વાંસદામાં 39 મિ.મી (1.54 ઈંચ), બનાસકાંઠાના ભાભરમાં 21 મિ.મી, અરવલ્લીના ભીલોડામાં 19 મિ.મી અને પાટણના રાધનપુરમાં 18 મિ.મી વરસાદ વરસ્યો છે.

આજે આખા દિવસ દરમિયાન વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, રાજ્યના 216 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 265 મિ.મી (10.4 ઈંચ) વરસાદ બનાસકાંઠા જિલ્લાના સૂઈગામમાં જ ખાબક્યો છે. આ સિવાય તાપીના વાલોદમાં 107 મિ.મી (4.2 ઈંચ),વલસાડના કપરાડામાં 104 મિ.મી (4 ઈંચ) અને તાપી જિલ્લાના વ્યારામાં 99 મિ.મી (3.9 ઈંચ) વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, ડોલવણમાં 86 મિ.મી (3.3 ઈંચ), સોનગઢમાં 57 મિ.મી (2.2 ઈંચ), કુકરમુંડામાં 50 મિ.મી (1.9 ઈંચ),નિઝરમાં 33 મિ.મી (1.3 ઈંચ), ઉચ્છલમાં 17 મિ.મી વરસાદ વરસ્યો છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 81 તાલુકામાં 1 ઈંચથી વધુ, 29 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 13 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.