Surendranagar Road Accident: સુરેન્દ્રનગરના લખતરના ઝમર ગામ પાસે આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. માતાજીના દર્શન કરવા પલાસા જતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતા લખતર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે, સેન્ટ્રો કારના ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા. બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. લખતર-અમદાવાદ હાઇવે અકસ્માતોનું કેન્દ્ર બન્યો છે. આ હાઈવે પર 4 દિવસમાં 5 લોકોનાં મોત થયા છે. આ ઘટનાને પગલે હાઇવે પણ પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.