Surendranagar Accident: રાજ્યમાં દિવસે અને દિવસે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સુરેન્દ્રનગરના દસાડા નજીક આજે વહેલી સવારે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં ઘટના સ્થળે જ 4 લોકોનાં મોત નીપજ્યા છે. દસાડા-પાટડી હાઇવે પર જતી કારને ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કાર પલટી મારી 5 ફુટ દૂર જતી રહી હતી અને કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
મહત્ત્વનું છે કે, ચારેય મૃતક મોરબીના હોવાનું માહિતી સામે આવી છે. હાલ ચારેય મૃતકોના મૃતદેહને પાટડીની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો
મળતી વિગતો અનુસાર ચારેય મૃતક મોરબી મોરબીના હોવાનું સામે આવ્યું છે. તેઓ મોરબીથી કાર લઈ કડી કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે પાટડીના જૈનાબાદ અને દસાડા વચ્ચે વળાંક નજીક રાજસ્થાન પાર્સિંગની ટ્રકે કારને ધડાકાભેર ટક્કર મારતા કારનું પડીકું વળી ગયું હતું. કારમાં સવાર ચારેય લોકોના ઘટના સ્થળે મોતની થયા હતા. અકસ્માતની જાણ થતા જ દસાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
